અધધધ કરોડ રોકડા અને કરોડોની જ્વેલરી… લોકસભા ઇલેક્શન પહેલા આ રાજ્યમાં મળ્યો ખજાનો

આ મોટી હસ્તીની ઘરે એક-બે નહિ નોટોના 6 પહાડ, બોરીઓમાં ઘરેણા અને સોનાની ઇંટો…જ્વેલરનો કરોડોનો માલ જપ્ત- જુઓ વીડિયો

કર્ણાટકના બેલ્લારીમાં દરોડા દરમિયાન એક જ્વેલર પાસેથી મોટી રકમ અને દાગીના મળી આવ્યા હતા. અહેવાલ છે કે બેલ્લારીમાં, પોલીસે એક ઝવેરી પાસેથી કુલ 7 કરોડ 21 લાખ રૂપિયા રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી રોકડ અને દાગીનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ટેબલ પર 6-6 નોટોના ઢગલા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં આ નોટોની બાજુમાં જવેલરીથી ભરેલી ઘણી બોરીઓ પણ જોવા મળી અને સોનાની અનેક ડઝન મોટી ઈંટો પણ રાખવામાં આવી હતી. આ દરોડા અંગે પોલીસે જણાવ્યું હતું કે નરેશ સોની નામના જ્વેલર પાસેથી આટલી મોટી રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ સામગ્રીમાંથી 5 કરોડ 60 લાખ જેટલા રૂપિયા રોકડા છે.

દરોડા દરમિયાન જ્યારે પોલીસે ઝવેરીની પૂછપરછ કરી ત્યારે નરેશ સોની પાસે આટલી મોટી રકમ અને દાગીના અંગેના પૂરતા દસ્તાવેજો મળ્યા ન હતા. આ પહેલા તમિલનાડુની રાજધાની ચેન્નાઈના તાંબરમ રેલવે સ્ટેશન પર પણ મોટી માત્રામાં રકમ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ અહીંથી 4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી. જણાવવામાં આવી રહ્યું છે કે 6 બેગમાં આ રોકડ લઈ જવાનો પ્રયાસ કરતા 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

Shah Jina