જીમમાં એક્સરસાઇઝ કરી રહેલા 32 વર્ષિય યુવકનું મોત, CCTVમાં કેદ થઇ ઘટના- જમીન પર પડ્યો અને તડપવા લાગ્યો

જીમમાં એક્સરસાઇઝ કરતા સમયે આવ્યો હાર્ટ એટેક, યુવા ખેલાડીનું મોત- વાંચો નીચે ખબર

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક યુવકનું કથિત રીતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું. જીમ કરતી વખતે યુવક અચાનક જમીન પર પડી ગયો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. હોસ્પિટલમાં લઈ જતી વખતે યુવા ખેલાડીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવક માથામાં દુખાવાથી પીડાતો અને જમીન પર પડતો જોઇ શકાય છે. ઘટના બાદ યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

ડોક્ટરે જણાવ્યું કે યુવકનું મોત થઈ ગયું છે. યુવકને કસરત કરતી વખતે માથાનો દુખાવો થયો, ત્યારબાદ તે બેસી ગયો અને તેનું માથું પકડી રાખ્યું. થોડીવાર બેસી રહ્યા બાદ યુવક જમીન પર પડ્યો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ તેને બચાવી શકાયો નહિ.પ્રાપ્ત માહિતી અનુસાર, વારાણસીના ચેતગંજ વિસ્તારના પિયરી વિસ્તારનો રહેવાસી 32 વર્ષીય દીપક ગુપ્તા બોડી બિલ્ડીંગનું કામ કરતો હતો.

રોજની જેમ તે શહેરના સિદ્ધગીરી બાગ વિસ્તારમાં આવેલ જીમમાં સવારની કસરત માટે આવ્યો હતો. એક્સરસાઇઝ કરતી વખતે જ્યારે તેને માથાનો દુખાવો થયો ત્યારે તે બેસી ગયો અને માથું પકડી રાખ્યુ. થોડીવાર પછી દીપક જમીન પર પડ્યો અને પીડાથી તડપવા લાગ્યો. દીપકને જમીન પર પડતો જોઈ નજીકમાં કસરત કરી રહેલા અન્ય યુવકો દીપક તરફ દોડ્યા.

આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ પછી દીપકને તરત જ મહમૂરગંજ વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ દીપકને મૃત જાહેર કર્યો. એવું માનવામાં આવે છે કે કસરત કરતા સમયે દીપકને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હશે. હૃદયના કદમાં વધારો થવાને કારણે આવું થઈ શકે છે. દીપકના પરિવારમાં તેની પત્ની અને બે નાના બાળકો છે. દીપકના મૃત્યુ બાદ તેના પરિવારજનો આઘાતમાં છે.

Shah Jina