ટિમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ઉપર નોંધાયો પોલીસ કેસ, એવો આરોપ લાગ્યો કે ચાહકોને સાંભળીને ફાડ પડી જશે, જાણો

હમણાં જ IPLનો માહોલ શાંત થયો છે, ગુજરાત ટાઇટન્સની ટીમ વિજેતા બની ગઈ છે, દર્શકોને આ વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ પાસે ખુબ જ આશાઓ હતી પરંતુ આ વર્ષે ટીમનું પર્ફોમન્સ ખુબ જ ખરાબ જોવા મળ્યું, પરંતુ ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતામાં જરા પણ ઘટાડો નથી થયો. ત્યારે આ દરમિયાન એક એવી ખબર સામે આવી છે જેની ધોનીના ચાહકોએ ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

જાણવા મળી રહ્યું છે કે ધોની સહિત આઠ લોકો પર બેગુસરાયની CJM કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડીએસ એન્ટરપ્રાઇઝના વડાએ સીજેએમ રૂપમ કુમારીની કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. આ મામલો ખેતીમાં વપરાતા ખાતર સાથે જોડાયેલો કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મામલો પ્રોડક્ટ માટે CNF ચૂકવવાનો અને પછી 30 લાખનો ચેક બાઉન્સ થવાનો છે અને ધોની તે પ્રોડક્ટને પ્રમોટ કરી રહ્યો છે. બેગુસરાય કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી 28 જૂને થશે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની ન્યૂ ઉપજ વર્ધક ઈન્ડિયા લિમિટેડે DS એન્ટરપ્રાઈઝ સાથે 30 લાખ રૂપિયાથી વધુની રકમ માટે ઉત્પાદન કરાર કર્યો છે. આ પછી ઉત્પાદનની ડિલિવરી પણ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે કંપનીએ પ્રોડક્ટના વેચાણ દરમિયાન તેમને સહકાર આપ્યો ન હતો. જેના કારણે ખાતરની મોટી બચત થઈ હતી.

જોકે, કંપનીએ બાકીનું ખાતર ઉપાડી લીધું હતું અને તેના બદલામાં તેમની એજન્સીના નામે 30 લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો, પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયો હતો. ત્યારબાદ તેની જાણકારી કંપનીને લીગલ નોટિસ દ્વારા આપવામાં આવી હતી. હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી કે કંપનીએ કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી.

આ પછી કંપનીના સીઈઓ રાજેશ આર્ય અને કંપનીના અન્ય સાત પદાધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્રોડક્ટની જાહેરાત ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કરવામાં આવી હોવાથી ફરિયાદમાં તેમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Niraj Patel