ખબર

બેરીકેટ ન હતું, પીલ્લરનો સળિયો હર્ષના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું

50 ફૂટ રિંગરોડ પર ઠક્કર પરિવારે એકનો એક દીકરો હર્ષ ગુમાવ્યો, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન પર લેવાઈ ગયું મોટું એક્શન

ગઇકાલના રોજ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાંથી એક યુવકનું ખુલ્લા ખાડામાં પડવાના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા 50 ફૂટ રિંગ રોડ પર પડેલા એક ખાડાની આસપાસ મહાનગર પાલિકા દ્વારા કોઈ બેરીકેટ કે સાવધાની માટે બોર્ડ નહોતું મારવામાં આવ્યું અને આ ખાડામાં વહેલી સવારે હર્ષ અશ્વિનભાઈ ઠક્કર બાઈક લઈને જઇ રહ્યો હતો ત્યારે અંદર પડ્યો હતો. ખાડામાં પડતા જ એક સળીયો તેની માથાની આરપાર નીકળી જતા તેનું કમકમાટીભર્યુ મોત થયુ હતું.

દીકરાના મોૌત બાદ ઠક્કર પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે, અને તંત્ર પ્રત્યે પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. નગરપાલિકની બેદરકારીના કારણે હર્ષે જીવ ગુમાવતા લોકો પણ રોષે ભરાયા હતા. ત્યારે હવે આ મામલે નવી અપડેટ સામે આવી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગઇકાલે રાત્રે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમાં મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવ્યા છે અને મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ સાથે હવે આ ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં ગઈકાલે રાત્રે મનપાનાં જવાબદારો સામે IPCની કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે એ પણ તપાસ થઇ રહી છે કે ખાડો કોણે ખોદ્યો અને સુપરવિઝન કોનું હતુ તેમજ કોની જવાબદારી હતી. જણાવી દઇએ કે, આ મામલે મૃતકના પિતા અશ્વિનભાઈ ઠક્કરે રાજકોટ મહાનગરપાલિક વિરુદ્ધ કેસ નોંધાવશે.

હર્ષ ઠક્કર રૈયા સર્કલ પાસે ચશ્માની દુકાનમાં નોકરી કરતો હતો. તે વહેલી સવારે કામ પર જવા માટે નીકળ્યો ત્યારે જ તેની સાથે આ ઘટના બની હતી. હર્ષના પરિવારમાં વૃદ્ધ માતા પિતા ઉપરાંત એક ભાઈ અને બહેન છે.