જ્યોતિ મૌર્ય જેવો મામલો : પત્નીને દિવસ-રાત મહેનત કરી ભણાવી, હવે બોલી- તારી મારી બરાબરી નથી, ડોક્ટર પર આવ્યુ દિલ
Case Like Jyoti Maurya In Uttar Pradesh Etah : હાલમાં છેલ્લા કેટલાક દિવસથી જ્યોતિ મૌર્ય કેસ ચર્ચામાં બનેલો છે, ત્યારે ઉત્તર પ્રદેશના એટામાંથી હાલમાં જ્યોતિ મૌર્ય જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિએ કહ્યું કે લગ્ન પછી તેણે પત્નીને નર્સિંગનો કોર્સ કરાવ્યો. મેં તૈયારીની વાત કરી તો મને કોચિંગમાં એડમિશન મળી ગયું. હવે તેણે કામ કરવાનું શરૂ કર્યું છે, તે કહે છે કે હવે તારી સાથે નહીં રહેવું. હું ડોક્ટર સાથે જ રહીશ. તારી મારી કોઇ બરાબરી નથી. આ મામલો મિરહચી પોલીસ સ્ટેશન વિસ્તારના અખ્તૌલી ગામનો છે.
છ મહિનામાં જ વર્તન બદલાઈ ગયું
ગામના રહેવાસી પ્રદીપ કુમારે જણાવ્યું કે વર્ષ 2022માં અર્ચનાના લગ્ન થયા હતા. લગ્ન પહેલા જ અર્ચનાએ આગળ અભ્યાસ કરવાની વાત કરી હતી. ત્યારથી તેણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના પતિએ BSC નર્સિંગનો કોર્સ કરાવ્યો. હવે તે તેની સાથે રહેવા માંગતી નથી. આ સાથે જ જ્યોતિ મૌર્યનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. પ્રદીપે જણાવ્યું કે લગ્ન પછી તરત જ પત્નીએ આગ્રામાં કોચિંગની વાત કરી હતી. તેને એક રૂમ અપાવી અભ્યાસ કરાવ્યો. લગભગ છ મહિના પછી તેનું વર્તન બદલાઈ ગયું.
બોલી- તું લાયક નથી, ડોક્ટર સાથે રહીશ
એક દિવસ અચાનક જ્યારે મેં તેને છુપાઇને જોઇ તો તે લગભગ 11 વાગ્યે બે યુવકો સાથે કારમાં પાછી ફરી, આ બાબતે તેને પૂછ્યુ તો તેણે મને ખરી ખોટી સંભળાવી અને બરબાદ કરવાની ધમકી આપી. કહ્યું કે હું જેની સાથે આવી તે MBBS છે. હું તેની સાથે જ રહીશ, તારી કોઈ હેસિયત નથી. બીજી તરફ અર્ચના કહે છે કે પતિ ખોટા આરોપો લગાવે છે, લગ્ન બાદ વધારાના દહેજની માંગણી કરીને મને હેરાન કરવામાં આવતી હતી. આ પછી મેં પિયર વાત કરી તો માતા પોલીસને લઈને ગામ પહોંચી, ત્યારે તે સાસરિયાના ઘરેથી માંડ માંડ લઈને આવી હતી. પતિએ તેને ખૂબ માર માર્યો હતો. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી.
પત્નીનો પતિ પર દહેજ માગવાનો અને હેરાન કરવાનો આરોપ
આરોપ છે કે તે અન્ય યુવતી સાથે સંબંધમાં મને ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે જેથી કરીને તે મને રસ્તામાંથી હટાવી શકે. મારા અભ્યાસમાં કોઈ સહકાર ન હતો, ન તો મને B.Sc નર્સિંગ કરાવવામાં આવ્યું. તે કહે છે કે પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મહિલા તરફથી પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. પતિ પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. જો કે, પતિ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ થઇ નથી.