ભીખ માંગીને ગુજારો કરતી હતી વૃદ્ધ મહિલા, તેમની ઝૂંપડીમાંથી જે મળ્યું એ જોઇને હેરાન રહી ગયા અધિકારીઓ

જમ્મૂના રાજૌરીથી એક હેરાન કરી દેનાર ખબર સામે આવી રહી છે. રાજૌરીના નૌશેરામાં ભીખ માંગી ગુજારો કરનાર વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાંથી લગભગ 2 લાખ 60 હજાર રૂપિયા મળ્યા છે. રસ્તા કિનારે તૂટેલી લાકડીઓથી બનેલી ઝૂંપડીમાં તે લગભગ 30 વર્ષોથી રહેતી હતી અને ભીખ માંગી ગુજારો કરતી એક 70 વર્ષિય વૃદ્ધ મહિલાને પ્રશાસને ત્યાંથી હટાવી વૃદ્ધ આશ્રમ પહોંચાડી ઝૂંપડીને હટાવી તો અંદર નોટોની ગડ્ડીઓ જોઇ બધા હેરાન રહી ગયા.

રીપોર્ટ્સ અનુસાર, રાજૌરી જિલ્લા પ્રશાસન આ દિવસો સડક પર રહેનાર બેસહારા લોકોને સહારો આપવાનુ અભિયાન ચલાવી રહ્યા છે. જેને લઇને તે લોકોને વૃદ્ધાશ્રમ અને શેલ્ટર હોમમાં મોકલી રહ્યા છે.

વોર્ડ મેમ્બરે જણાવ્યુ કે, તે અહીં 30 વર્ષથી રહેતી હતી. કાલે રાજૌરીથી ટીમ આવી તેમને વૃદ્ધાશ્રમ લઇ ગઇ. નગર પાલિકાની ટીમને ઘરના કચરામા મળેલ કવરમાં નોટ મળવા લાગ્યા. તે બાદ મંગળવારે સવારે નગર પાલિકાના રસ્તા કિનારે બનેલ ઝૂંપડીને હટાવવા માટ કહેવામાં આવ્યુ. તો નગર પાલિકાના કર્મચારી ત્યાં સફાઇ કરવા લાગ્યા તો તેમને કેટલાક પૈસા મળ્યા.

કર્મચારીઓએ જયારે તપાસ કરી તે તેમને પૈસાથી ભરેલ ડબ્બો મળ્યો. તે બાદ બેડ નીચેથી પણ પૈસા મળ્યા, જે નાના નાના કવરમાં બાંધી રાખવામાં આવ્યા હતા. આ મળેલ પૈસાના ટ્રેજરીમાં રાખવામાં આવ્યા છે, મહિલાની સ્થિતિ સારી થવા પર તેને આ પૈસા પાછા આપવામાં આવશે.

Shah Jina