ભારે વરસાદના કારણે લોકોના હાલ થયા બેહાલ, ગાડીઓ પણ તણાવવા લાગી, લોકો પોતાનો જીવ બચાવવા ગાડીઓની ઉપર ચઢ્યા, જુઓ વીડિયો

વરસાદના પાણી ભરાતા જ લોકો કારમાંથી ભાગ્યા જીવ બચાવીને, કોઈ ચઢ્યું કાર ઉપર તો કોઈ કારની છત પર બેઠા બેઠા જ તણાયું પાણીના પ્રવાહમાં, જુઓ વીડિયો

Cars Swept Away In Flood : હાલ ચોમાસાની સીઝન હોવાના કારણે વરસાદ ઠેર ઠેર વરસી રહ્યો છે, જેના કારણે સામાન્ય જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે, કેટલાય રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, તો કેટલાક સ્થળો પર પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, આ દરમિયાન વરસાદના કારણે સર્જાતી સ્થિતિના કેટલાક ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

પાણીના પ્રવાહમાં તણાઈ ગાડીઓ : 

ત્યારે હાલમાં સ્પેનમાં પૂરનો વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, સ્પેનમાં ભયંકર ફ્લેશ પૂર આવ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક પછી એક કાર રસ્તા પર તરતી થઈ રહી છે. કોઈ બચવા માટે કારની છત પર ચઢી ગયું. કોઈ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારની છત પર બેઠેલા લોકો જોરદાર કારની સાથે પાણીના વહેણમાં વહી રહ્યાં છે!

વરસાદ બાદ થોડા કલાકમાં જ આવ્યું હતું પૂર :

આવું જ ભયાનક દ્રશ્ય સ્પેનના ઝરાગોઝામાં જોવા મળ્યું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ ગુરુવારે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. થોડા કલાકોના વરસાદને કારણે અચાનક પૂર આવ્યું. નજીકના રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો અને બધું એક પછી એક વહેતું જોવા મળ્યું.

અનેક કાર ફસાઈ ગઈ :

અચાનક આવેલા પૂરના કારણે શહેરના રસ્તાઓ પર અનેક કાર ફસાઈ ગઈ હતી. જ્યારે કેટલાક લોકો કોઈક રીતે સુરક્ષિત રીતે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે ઘણા લોકો કાર સાથે વહી ગયા હતા. કેટલાકે ઝાડ પર લટકીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર સ્થાનિક વહીવટી સૂત્રોએ જણાવ્યું કે તમામને બચાવી લેવામાં આવ્યા છે.

Niraj Patel