કોરોનાની દુર્દશા તો જુઓ, પિતાને ગાડીની અંદર જ ઓક્સિજનના બોટલ લઈને આમ તેમ ભટકતો રહ્યો દીકરો પરંતુ

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બનતી જઈ રહી છે. મોટી સંખ્યામાં આ દરમિયાન લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. દેશભરમાથી સામે આવી રહેલા મૃત્યુના આંકડાઓ સૌને હેરાન કરી રહ્યા છે. હોસ્પિટલની બહારથી પણ ઘણા ભયાનક દૃશ્યો આવી રહ્યા છે.

ત્યારે આ દરમિયાન એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 70 વર્ષના કોરોના સંક્રમિત દર્દીને તેના પરિવારજનો ગાડીની અંદર ઓક્સિજન સિલેન્ડરની સાથે લઈને આમ તેમ હોસ્પિટલોના ચક્કર કાપી રહ્યો છે. પરંતુ તેને કોઈપણ હોસ્પિટલમાં બેડ ના મળ્યો. જેના કારણે તેમને ઘરે પરત લઇ જવા પડ્યા હતા.

આ ઘટના બની છે લખનઉના અલીગંજમાં રહેવાવાળા વૃદ્ધ સુશીલ કુમાર શ્રીવાસ્તવ સાથે. જેઓ શુગર અને બીપીના દર્દી છે. બુધવારના રોજ અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ. પરિવારજનો તેમને તરત વિવેકાનંદ હોસ્પિટલ લઈને ગયા. આ હોસ્પિટલની અંદર વૃદ્ધની નિયમિત સારવાર કરવામાં આવે છે.

પરંતુ ડોકટરોએ કોરોનાની તપાસ કર્યા વગર જ તેમને જોવાની ના પાડી દીધી. આ દરમિયાન વૃદ્ધનુ ઓક્સિજન લેવલ પણ ઓછું થતું ગયું. તે છતાં પણ હોસ્પિટલના ડોકટરો તેમને જોવા માટે પણ તૈયાર નહોતા.ત્યારબાદ ટ્રુ નેટ મશીન દ્વારા વૃદ્ધનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ આવ્યો.

પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વાત કહી પરંતુ ડોક્ટરોએ બેડ ખાલી ના હોવાની વાત જણાવીને બીજી હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું. દીકરો ઓક્સિજન સિલેન્ડર ગાડીમાં રખીએં વૃદ્ધ પિતાને શહેરની દરેક હોસ્પિટલમાં લઈને ફરતો રહ્યો. ફોન ઉપર ડોકટરો સામે વિનંતી પણ કરી. પરંતુ ક્યાંયથી કોઈ મદદ ના મળી. આ દરમિયાન ઓક્સિજન સિલેન્ડર પણ ખતમ થવા લાગ્યો. ત્યારબાદ એક ઓક્સિજન સેન્ટરમાંથી મોટી રકમ ચૂકવી અને બીજો સિલેન્ડર ખરીદ્યો.

આ બાબતે વૃદ્ધના પુત્ર આશિષ શ્રીવાસ્તવનું કહેવું છે કે તેના પિતાને બુધવાર સાંજથી જ શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જેના માટે તે રેગ્યુલર ચેકઅપ માટે વિવેકાનંદ હોસ્પિટલમાં લઈને જતા હતા.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે તેના પિતાની હાલત ખુબ જ ખરાબ હતી.ડોક્ટરોને ખુબ જ વિનંતી કરવામાં આવી પરંતુ બેડ ના હોવાની વાત જણાવીને ના પાડતા રહ્યા. હલં અમે ઘરે જ તેમની સારવાર કરી રહ્યા છીએ. જિલ્લાની ઘણી હોસ્પિટલમાં ગયા પરંતુ ક્યાંય તેમને દાખલ ના કરવામાં આવ્યા. આ ઘટનાએ આખા પરિવારને તોડીને રાખી દીધો છે.

Niraj Patel