આ ભાઈનો શોખ તો જુઓ, પોતાની આખી ગાડી પર ચોંટાડી દીધા સિક્કા, લોકોએ જોઈને કહ્યું, “ભાઈએ તો બુલેટપ્રુફ કાર બનાવી દીધી.. જુઓ વીડિયો

મારુતિ સ્વીફ્ટ ડિઝાયરનો આખો લુક જ બદલી નાખ્યો આ ભાઈએ, કાર ઉપર ચોંટાડ્યા 1-2 રૂપિયાના અઢળક સિક્કાઓ, જુઓ વીડિયો

આપણા દેશમાં ઘણા લોકો એવા છે જેમને એવા એવા શોખ હોય છે કે પૂછો જ ના. તે પોતાના શોખ પૂર્ણ કરવા માટે કંઈપણ કરી શકે છે. કેટલાક લોકો એવા એવા અખતરા પણ કરતા હોય છે જેને જોઈને કોઈપણ દંગ રહી જાય. આવા ઘણા શોખ અને આવા અખતરાના વીડિયો પણ વાયરલ થતા આપણે જોયા હશે.

ત્યારે હાલમાં જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેણે તેની મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કારને આગળથી પાછળ અને અરીસા સહિત બંને બાજુ સિક્કાઓથી ઢાંકી દીધી હતી. મતલબ કે વાહનની બોડી પર માત્ર સિક્કા ચોંટાડવામાં આવ્યા હતા. આ સિક્કાઓને એવી રીતે ચોંટાડ્યા કે અસલી બોડી છુપાઈ ગઈ.

જેણે પણ આ માણસનો પ્રયોગ જોયો તે દંગ રહી ગયો. લોકો કહેવા લાગ્યા કે ભાઈ નેક્સોનને કોમ્પિટિશન આપવા આ કામ કર્યું લાગે છે. જ્યારે કેટલાક કહી રહ્યા છે કે હવે કારની બોડી મજબૂત બની ગઈ છે. જોકે, કેટલાક યુઝર્સે તેના વિશે રમુજી કોમેન્ટ્સ પણ કરી હતી. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર વિશાલ પારીક દ્વારા 9 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે સિક્કાવાળી કાર.

આ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો લોકો જોઈ ચુક્યા છે. આ અંગે હજારો લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. એક વ્યક્તિએ તેને બુલેટ પ્રૂફ કાર ગણાવી. બીજાએ કહ્યું કે આ પૈસા ઉર્ફીને આપો, તે આમાંથી ડ્રેસ બનાવશે. એ જ રીતે અન્ય એક વ્યક્તિએ લખ્યું કે ગલીના ભિખારીની કાર. એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું કે લાગે છે કે આ ભાઈને કરિયાણાની દુકાન હશે.

Niraj Patel