ધ્રૂજાવી નાખે એવા દ્રશ્યો…સુરતમાં હજીરા રોડ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ અને કટરથી પતરું કાપી મૃતદેહો બહાર કઢાયા

રાજ્યભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે,  ત્યારે આ દરમિયાન સુરતમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના પણ સામે આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બે ભાઈઓ સમેત ત્રણ લોકો કાળને ભરખી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓડિશાનો અને છેલ્લાં 15 વર્ષોથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો ઈચ્છાપુર-હજીરા રોડ પર કવાસ પાટિયા નજીક અકસ્માત થયો હતો, જેમાં તેમની કાર કોઈ અજાણ્યા ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી, જેમાં સવાર 3 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં સવાર લોકોને  ફાયર વિભાગની ટીમ દ્વારા ગાડીનું પતરું કાપી અને બહાર કાઢવા પડ્યા હતા. મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક દિનેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન છે. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ટ્રક સાથે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ ભયાનક અકસ્માતની અંદર દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત ઉપરાંત ધોરણ 10માં અભ્સાસ કરતાં ગૌતમ ગુણીયલ નામના એક બાળકનું પણ મોત થયું હોવાની ખબર મળી રહી છે. આ ઉપરાંત કારની અંદર સવાર બે અન્ય લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Niraj Patel