આ કાર કંપનીઓએ જુલાઇમાં અંધાધૂંધ રીતે વેચી કાર, આ એક કંપની પડી બધા પર ભારે

બધા મહીનાના અંતમાં વાહન નિર્માતા કંપનીઓ પોતાના વેચાણના આંકડા જારી કરે છે. જુલાઇ મહિનાના આંકડા પર જારી થઇ ગયા છે. આંકડા અનુસાર, ભારતમાં સૌથી વધારે કાર મારૂતિ સુઝુકીએ વેચી છે. મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ MSILનું કુલ વેચાણ જુલાઇ 2022માં 8.28% વધીને 1,75,916 યુનિટ પર પહોંચી ગયુ છે. છેલ્લા વર્ષે આ જ મહિના દરમિયાન કંપનીએ કુલ 1,62,462 વાહન વેચ્યા હતા. મારુતિનું ઘરેલુ બજારમાં વેચાણ છેલ્લા મહિને 6.82% વધી 1,42,850 યુનિટ પર પહોંચ્યુ હતુ. જુલાઇ 2021માં કંપનીએ ઘરેલુ બજારમાં 1,33,732 યાત્રી વાહન વેચ્યા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે સોમવારે કહ્યુ કે, જુલાઇમાં તેના ઘરેલુ યાત્રી વાહનમાં કુલ વેચાણ વર્ષના આધાર પર 33% વધી 28,053 યુનિટ થઇ ગયુ છે. એમએન્ડએમે કહ્યુ કે, કંપનીએ એક વર્ષ પહેલા આ મહીનામાં 21,046 યુનિટ વહેંચ્યા હતા. સમીક્ષાધીન અવધિમાં ઘરેલુ ઉપયોગિતા વાહનોનુ વેચાણ  34% વધી 27854 યુનિટ રહ્યુ, જે એક વર્ષ પહેલા આ મહિનામાં 20,797 યુનિટ હતુ.

જુલાઇ 2022માં હુંડઇ મોટર ઇન્ડિયા લિમિટેડનું કુલ વેચાણ 6% વધી 63851 યુનિટ થયુ. એચએમઆઇએલે કહ્યુ કે, તેણે જુલાઇ 2021માં 60,249 યુનિટનું વેચાણ કર્યુ હતુ.કંપનીનું આ વર્ષે જુલાઇ મહીનામાં ઘરેલુ વાહનોનું વેચાણ 5.1% વધી 50500 યુનિટ પર પહોંચ્યુ છે, જ્યારે એક વર્ષ પહેલા આ મહિનામાં તેણે 48042 યુનિટ વહેંચ્યા હતા.

જુલાઈ 2022માં ટાટા મોટર્સનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 51.12 ટકા વધીને 81,790 યુનિટ થયું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેસેન્જર વાહનોની મજબૂત માંગને કારણે વેચાણમાં વધારો થયો છે. ટાટા મોટર્સે જુલાઈ 2021માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કુલ 54,119 એકમોનું વેચાણ કર્યું હતું. કંપનીનું કુલ સ્થાનિક વેચાણ ગયા મહિને 52 ટકા વધીને 78,978 યુનિટ થયું હતું. કંપનીએ જુલાઈ, 2021માં 51,981 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

નિસાન મોટર ઈન્ડિયાએ જુલાઈ 2022ના મહિનામાં સ્થાનિક બજારમાં 3667 એકમોનું વેચાણ કર્યું હતું અને કુલ 4670 એકમોની નિકાસ કરી હતી. આ સાથે કંપનીનું કુલ જથ્થાબંધ વેચાણ 8337 યુનિટ થયું છે.

Shah Jina