અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ઇકો કારનો ગમખ્વાર અકસ્માત, 4ના મોત, ઈકોનો કચરો થઇ ગયો, જુઓ

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર એક ઈકો કારનો જોરદાર એક્સીડન્ટ થયો, અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઇવે પર ગાય આવી જવાને કારણે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઈ.

આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ચારનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. મૃતકોમાં વિનોદભાઈ ગબાભાઈ સોલંકી, પુજાભાઈ ઉર્ફે પુજેસિંહ અરજનભાઇ સોલંકી, સંજયભાઇ જશવંતભાઈ ઠાકોર અને રાજેશકુમાર સાલમસિંહ ઠાકોર સોલંકીનો સમાવેશ થાય છે. આ તમામ બાલાસિનોરના રહેવાસી હોવાનું હાલ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે.

મોડીરાત્રે ઈકો કાર જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે રોડ વચ્ચે એકાએક ગાય આવી અને ઈકો કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ અને લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Previous Article

4 વ્યક્તિઓને કાળ ભરખી ગયો; ગાય આવી જતા કારના ચાલકે ગુમાવ્યો કાબુ, મારુતિ ઈકોનો કચ્ચરધાણ વળી ગયો; જુઓ તસવીરો

Next Article

સાદગીમાં સુંદરતાની મિસાલ બની મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચતી આ છોકરી, સેલ્ફી લેવા માટે ઉમટ્યા લોકો

error: Protected Content!