મહિલા પૂર પાટ 100 ની ઝડપે ચલાવી રહી હતી કાર, એક ભૂલ થઇ અને એવો ભયાનક અકસ્માત કે 4 લોકો મોતને ભેટ્યા, હૃદય કંપાવી દેનારી ઘટના

ડ્રાઇવર મહિલાને ગાડી ચલાવતા એક ભૂલ કરી અને ૪-૪ લોકોની જિંદગી ભૂંજાઈ ગઈ, જેને જોયું તેની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ

કોરોના અને લોકડાઉનમાં રાહત મળવાની સાથે જ લોકો હવે મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે આ દરમિયાન ઘણા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હાલ એવા જ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મહિલા પૂર પેટ ઝડપે કાર ચલાવતા દરમિયાન તેને ઝોકું આવી જતા કાર કન્ટેનર સાથે ટકરાઈ હતી અને આ ભયાનક અકસ્માતમાં 4 લોકોનો જીવ ચાલ્યો ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપગઢના રાનીગંજમાં રહેવા વાળી નીલમ વર્મા કાનપુર જવા માટે વહેલી સવારે જ તૈયારીમાં લાગી ગઈ હતી. સવારે લગભગ ચાર વાગે પીકઅપમાં સામાન રાખવામાં આવ્યો અને સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે પરિવાર કાનપુર જવા માટે પોતાની કાર લઈને નીકળી ગયો. ગાડીને નીલમ જાતે જ ચલાવી રહી હતી.

આ દરમિયાન જ નીલમને ઝોકું આવી ગયું અને ગાડી સીધી જ એક કન્ટેનર સાથે જઈને ટકરાઈ ગઈ, અકસ્માત એટલો ભયાનક હતો કે નીલમના પતિ, નીલમના સસરા અને બે દીકરીઓના મોત થઇ ગયા. જયારે ગાડી ચલાવી રહેલી શિક્ષિકા નીલમ અને તેનો દીકરો ઘાયલ થઇ ગયા હતા.  એરબેગ ખુલી જવાના કારણે નીલમનો જીવ બચી ગયો હતો.

જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને ત્યાં કન્ટેનર મળ્યું નહોતું. આ ઘટનાને નજરે જોનારાઓએ પોલીસને જણાવ્યું કે કન્ટેનર ચાલક દુર્ઘટના થવાની સાથે જ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે બધાને બહાર કાઢ્યા અને એબ્યુલન્સ અને પોતાની ગાડી લઈને સીએચસી હરદો  પહોંચાવ્યાં. જ્યાં અમરસિંહ, અનન્યા અને તન્નોને મુત જાહેર કરવામાં આવ્યા.

હાલત નાજુક હોવાના કારણે રામકિશોરને ફતેહપુર મોકલવામાં આવ્યા. ફતેહપુર પહોંચ્યા બાદ રામકિશોરે પણ દમ તોડી દીધો. નીલમ અને તેના દીકરા અયાંશને જિલ્લા હોસ્પિટલ કાનપુર રેફર કરવામાં આવ્યા. તે બંનેની હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ક્ષતિગ્રસ્ત કારને જોઈને પોલીસને પણ અનુમાન છે કે કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહી હશે. જેવી જ કાર કન્ટેન્ટર સાથે અથડાઈ જોરદાર અવાજ આવવાના કારણે આસપાસના લોકો પણ હેરાન રહી ગયા. અને બધાએ નજીક જઈને જોયું તો અંદર બધા જ લોકો મરણાસન્ન હાલતમાં પડ્યા હતા.

Niraj Patel