એક સ્ત્રી કંઈપણ કરી શકે તે સાબિત કરી આપ્યું કપ્તાન અભિલાષા બરાકે, દેશની પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર બનીને રચ્યો ઇતિહાસ

આજે આપણા દેશમાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે ત્યારે ભારતે સંરક્ષણ સેવાઓમાં અધિકારીઓ તરીકે મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય લીધાના ત્રણ વર્ષ બાદ બુધવારે કેપ્ટન અભિલાષા બરાક આર્મીની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની હતી. આર્મીના એવિએશન કોર્પ્સમાં જોડાવા સાથે, આજનો દિવસ સેના માટે ઐતિહાસિક દિવસ હતો.

આર્મી એવિએશન કોર્પ્સમાં જોડાતા પહેલા, અભિલાષા નાસિકમાં કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વ્યસ્ત હતી. એક વર્ષનો ટ્રેનિંગ કોર્સ પૂરો કર્યા બાદ આજે તેને સેનામાં મહિલા ફાઈટર પાઈલટ તરીકે સામેલ કરવામાં આવી છે. બરાક હરિયાણાની વતની છે અને નિવૃત્ત કર્નલની પુત્રી છે.

બરાકને સપ્ટેમ્બર 2018માં આર્મી એર ડિફેન્સ કોર્પ્સમાં કમિશન કરવામાં આવ્યું હતું. સેનાએ જણાવ્યું હતું કે નાશિકની તાલીમ શાળામાં વિદાય સમારંભ દરમિયાન ઉડ્ડયનના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સૂરી દ્વારા 36 પાઇલટ્સ સાથે તેમને ચિહ્ન ‘વિંગ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આનાથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે બરાકને 2072 આર્મી એવિએશન સ્ક્વોડ્રન સેકન્ડ ફ્લાઇટ માટે સોંપવામાં આવી છે, જે ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)નું સંચાલન કરે છે. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓ લાંબા સમયથી હેલિકોપ્ટર ઉડાવી રહી છે, સેનાએ તેને 2021માં શરૂ કર્યું હતું. અત્યાર સુધી આર્મી એવિએશનમાં મહિલા અધિકારીઓને માત્ર ગ્રાઉન્ડ વર્ક જ સોંપવામાં આવતું હતું.

નેશનલ ડિફેન્સ એકેડેમી જૂન 2022માં મહિલા કેડેટ્સની તેની પ્રથમ બેચને સામેલ કરવા સંમત થઈ ત્યારે બરાક આર્મીની પ્રથમ મહિલા ફાઇટર એવિએટર બની હતી. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2021માં એક સીમાચિહ્નરૂપ આદેશમાં મહિલાઓ માટે એકેડમીના દરવાજા ખોલી દીધા હતા. સુપ્રીમ કોર્ટે પણ મહિલાઓને સેનામાં કાયમી કમિશન માટે પણ પાત્ર બની.

Niraj Patel