એક દીકરો આટલો ક્રુર કેમનો હોઇ શકે ! માતાના 1000 ટુકડા કર્યા અને માંસ સાથે…

ઘોર કળયુગ: આ દીકરાએ માતાના 1000 ટુકડા કર્યા પછી માંસ સાથે જે કર્યું એ જાણીને કંપારી છૂટી જશે

જન્મ આપનાર માતા સાથે એક યુવકે હદ પાર કરી દીધી. માતાની હત્યા કરી લાશના 1 હજારથી વધુ ટુકડા કર્યા અને તેને પ્લાસ્ટિકની જારમાં બંધ કરી ફ્રીઝમાં રાખી દીધા. આદમખોર દીકરાએ માતાની લાશના ટુકડાને એકર સપ્તાહ સુધી ખાધા. પોલિસ દ્વારા આરોપીની ધરપરડ કરી લેવામાં આવી છે અને તે બાદ તેણે પાગલ હોવાનુ નાટક શરૂ કરી દીધુ પરંતુ કોર્ટમાં તેનો રાઝ ખુલી ગયો.

ધ સનના રીપોર્ટ અનુસાર આ વીભત્સ ઘટના સ્પેનના મેડ્રિડમાં ફેબ્રુઆરી 2019માં થઇ હતી. ઘણા સમય સુધી અદાલતમાં આ મામલે સુનાવણી ચાલી અને હવે અદાલતે 28 વર્ષિય અલ્બર્ટો સાંચેજ ગામેજને હત્યાનો દોષી ગણાવી દીધો છે અને કોર્ટે 15 જૂન 2021ના રોજ તેને 15 વર્ષ અને 5 મહિનાની જેલની સજા સંભળાવી છે.

પોલિસે આ મામલે અદાલતને જણાવ્યુ કે, આરોપીએ દાવો કર્યો હતો કે, તેણે મૃતકના શરીરનો કેટલોક ભાગ કાચો ખાધો હતો અને બીજાને પકાવીને ખાધુ હતુ. આટલુ જ નહિ, તેણે તેના પાલતુ કૂતરાને પણ લાશના ટુકડા ખવડાવ્યા હતા. તેણે ટુકડા કરવા માટે આરી અને ચપ્પાનો ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર અલ્બર્ટોની માતાની એક મિત્રએ તેના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી. જયારે મહિલાની શોધ કરતા કરતા પોલિસ ઘરે પહોંચી તો મહિલાના બોડી પાર્ટ્સ મળ્યા. કેટલાક પાર્ટ્સ ફ્રીઝથી મળ્યા. જયારે પોલિસ તપાસ કરવા પહોંચી તો અલ્બર્ટો તેના કૂતરા સાથે મળી માંસ ખાઇ રહ્યો હતો.

Shah Jina