કોરોના રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ થાય છે? ખુલી ગયું રાઝ

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી રહી છે કે, કોવેક્સિનમાં ગાયના વાછરડાનું લોહી ભેળવવામાં આવી રહ્યુ છે અને આ અફવા ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે અને આ બાબતે હવે ખુલાસો પણ થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર ફેલાતી આ અફવાને સરકાર દ્વારા નકારવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજ રોજ સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે, કોવેક્સિનમાં વાછરડાનું સીરમ હોતુ નથી. મંત્રાલયે આ વિશે સ્પષ્ટતા કરતી એક ટ્વિટ પોસ્ટ કરી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, વાછરડાના સીરમનો ઉપયોગ વેરો સેલ્સને બનાવવામાં થાય છે અને વિકસીત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર દુનિયામાં તેનો અલગ અલગ ગૌવંશનો અને બીજા અનેક પ્રાણીઓના સીરમનો ઉપયોગ વીરો સેલ્સના ગ્રોથ માટે કરવામાં આવે છે.

કોવેક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે તેવો દાવો કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ કર્યો હતો. તે બાદ તેની ચર્ચા ઉગ્ર બનતા હવે ભારત બાયોટેક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા દ્વારા એ દાવો કરવામા આવ્યો હતો કે, 20 દિવસથી ઓછી ઉંમરના ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન માટે થાય છે અને સરકારે આ વાતની પહેલા જાણ કરી નહિ કારણ કે ધાર્મિક ભાવનાને ઠેંસ ના પહોંચે. આ અફવા અને આ દાવાને કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થતા હવે બાયોટેક દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે.

ભારત બાયોટેકે કહ્યુ કે, વેક્સિન બનાવવા માટે વાછરડાના સીરમનો ઉપયોગ કરાય છે અને તે સેલ્સના ગ્રોથ માટે કરાય છે પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ અથવા અંતિમ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ થતો નથી.

Shah Jina