જો તમે ઘર લેવાનું સપનુ જોઇ રહ્યા છો તો તમારી આ ખ્વાઇશ ફ્રીમાં પૂરી થઇ શકે છે, પરંતુ તેના માટે એક શરત છે. જેનું તમારે પાલન કરવુ પડશે. આ શરત એ છે કે, તેના માટે તમારે એક કાચબો લેવો પડશે જેનું નામ હરક્યુલિસ છે. આ કાચબાની કિંમત £825,000 એટલે કે 8 કરોડ 54 લાખ 54 હજાર 547 રૂપિયા છે.

આ કાચબો 94 વર્ષનો છે. આ કાચબાને વેચવાનો છે. આ કાચબાને જે પણ ખરીદશે તેને બોનસમાં વિલ્ટશાયરમાં એક શાનદાર ઘર મળશે. કાચબા સાથે મળવાના આ ધ ઓલ્ડ ડેયરી નામનુ ઘર પોતાનામાં ઘણુ ખાસ છે. તેમાં ચાર બેડરૂમમ, જેમાં ત્રણ માળ પર 2600 વર્ગ ફૂટથી પણ વધારે સ્પેસ છે. આ કાચબો છેલ્લા 14 વર્ષથી આ ઘરમાં રહે છે.
સૌથી ખાસ વાત તો એ છે કે, આ કાચબો 94 વર્ષનો છે. 94 વર્ષના વૃદ્ધ કાચબા સાથે મળનાર આ ઘરના ગ્રાઉંડ ફ્લોરમાં પ્રવેશ કરતા જ તમને એક ભવ્ય હોલ જોવા મળશે. સીડીઓ ભોજન કક્ષ તરફ જાય છે. બેઠકમાં એક ખુલ્લી ચીમની છે.

metro.co.uk ના રીપોર્ટ અનુસાર, 70ના દાયકામાં પશુ ચિકિત્સકે હરક્યુલિસના માદા કાચબા હોવાની પુષ્ટિ કરી હતી. કાચબો સલાડ, કાકડી અને તેની પસંદગીતા ડિશ ટામેટા ખાય છે. આ કાચબો બંને વિશ્વ યુદ્રને પણ જોઇ ચૂક્યો છે.