અકસ્માત પહેલા ગુજરાતની આ ખાસ જગ્યા પર ગયા હતા સાયરસ મિસ્ત્રી, જુઓ અંતિમ તસવીરો

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારના રોજ માર્ગ અકસ્માતમાં મોત થયુ હતુ. જે બાદ અનેક અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. રવિવારે પાલઘરમાં સાયરસ પી. મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા અને આ દરમિયાન અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા. કારની તેજ ગતિને કારણે અકસ્માત થયો હતો

અને આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સિવાય જહાંગીર પંડોલે પણ મૃત્યુ પામ્યા હતા.જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલે ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર લક્ઝરી કારની સ્પીડ એટલી ઝડપી હતી કે તેણે પાલઘર જિલ્લાના ચરોટી ચેકપોસ્ટને પાર કર્યા બાદ માત્ર નવ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું.

એટલે કે કારની સ્પીડ લગભગ 134 kmph કરતાં વધુ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવરની ભૂલને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહી હતી.એવું માનવામાં આવે છે કે કોઈ કારણસર તેમનું ધ્યાન હટ્યું હતું અને વાહન સીમેન્ટના ત્રણ ફૂટ ઊંચા ડિવાઈડર સાથે અથડાયું હતું.સાયરસ મિસ્ત્રી પારસી છે અને તેઓએ અમદાવાદથી મુંબઇ જતા સમયે વચ્ચે પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડાની મુલાકાત લીધી હતી.

જણાવી જઇએ કે, પારસીનો ઉદવાડા સાથે ખાસ નાતો રહ્યો છે, અને પવિત્ર સ્થળ હોવાથી તેઓ અચૂક આ સ્થળે આવતા હોય છે. તેઓ મુંબઇ પહોંચતા પહેલા ઉદવાડા રોકાયા હતા અને તેમણે ત્યાંથી દુકાનમાંથી ખરીદી પણ કરી હતી. આ દરમિયાનની તેમની છેલ્લી તસવીર પણ સામે આવી છે. જેમાં તેઓ વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યા છે.

આ તસવીર તેમના મોત પહેલાની છેલ્લી તસવીર હોવાનું કહેવાય છે.ઉલ્લેખનીય છે કે, ઉદવાડા ગુજરાતના વલસાડમાં આવેલા કુલ 6 તાલુકાઓ પૈકીના એક એવા પારડી તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે.એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ.

ઉદવાડા સ્ટેશન સ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે.

Shah Jina