બસના ટાયરમાં હવા ભરી રહ્યો હતો ડ્રાયવર, ટાયર ફાટ્યુ, હવામાં ઉડ્યો ડ્રાઈવર, 8-10 ફૂટ ઊંચો ઉછળી નીચે પટકાયો…જુઓ ખૌફનાક વીડિયો
રાજસ્થાનના અજમેરના રૂપનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ, એક ખાનગી બસના ટાયરમાં હવા ભરતી વખતે બ્લાસ્ટ થયો અને તેને કારણે બસનો ડ્રાઈવર લગભગ આઠ-દસ ફૂટની ઉંચાઈથી પટકાયો અને તેને કારણે તેનું મોત થયુ. આ કરૂણ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઘટનાની જાણ થતા પોલિસ પણ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે ટાયરમાં હવા ભરવામાં આવી રહી હતી ત્યારે તેમાં મુસાફરો પણ હાજર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દુર્ઘટના મંગળવારે રૂપનગઢ મેગા હાઇવે પર પરબતસર માર્ગ પર બની હતી. પંચર બનાવ્યા બાદ બસના ટાયરમાં હવા ભરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં ખાનગી બસના ચાલક અને સીકર જિલ્લાના ગણેશપુરાના રહેવાસી બોદુરામ જાટનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બસ ડ્રાઈવર ટાયરમાં હવા ભરી રહ્યો હતો ત્યારે અચાનક ટાયર ફાટ્યું અને તેને કારણે ડ્રાઈવર હવામાં લગભગ 8-10 ફૂટ ઊંચાઇએથી પટકાયો અને મોતને ભેટ્યો.
પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ સોંપી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
किशनगढ़ के रूपनगढ़ में बस के टायर फटने से हुआ भयावह हादसा
जानकारी के मुताबिक टायर में हवा भरते समय ब्लास्ट हो गया जिससे बस चालक की मौके पर दर्दनाक मौत हो गई. हादसा परबतसर मार्ग गुजराती होटल के पास हुआ. मृतक की पहचान लोसल सीकर के रहने वाले बोदूराम जाट के रूप में हुई.… pic.twitter.com/GHDz4l54d4
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) February 20, 2024