ચાલુ બસમાં જ ડ્રાઈવરને આવી ગયો હાર્ટ એટેક, આટલા વાહનોને મારી ટક્કર, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

બિચારા આટલા લોકો મૃત્યુ પામ્યા, બસે કીડી મકોડાની જેમ કચડી નાખ્યા, જુઓ વીડિયો

દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના રોડ અકસ્માતમાં મોત થતા હોય છે. કેટલાક અકસ્માતની લાઈવ ઘટના પણ ત્યાં આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતી હોય છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય છે, ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રાફિક સિગ્નલ પર જ એક બસના કારણે અકસ્માત સર્જાતો જોઈ શકાય છે.

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના જબલપુરમાંથી. જ્યાંના દમોહનાકામાં ગત શુક્રવારના રોજ ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનોને એક ચાલુ બસે અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં સામે આવ્યું છે કે બસ ચાલકને ચાલુ બસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તેનું મોત થઇ ગયું, જેના કારણે બસ પણ અનિયંત્રિત થઇ ગઈ અને ટ્રાફિક સિગ્નલ પર વાહનોને કચડતી આગળ વધવા લાગી.

આ દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું પણ મોત થઇ ગયું છે, ત્યારે હવે આ ઘટનાના રૂંવાડા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ મામલે મીડિયા સાથે વાત કરતા ગોહલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજય તિવારીએ જણાવ્યું કે લગભગ 11 વાગે આધારતાલથી પેસેન્જર લઈને મેટ્રો બસ દમોહનાકા તરફ આવી રહી હતી. દમોહનાકા પર રેડ સિગ્નલ હતું અને બસ ઈ રીક્ષા, કાર તથા બાઈકને ટક્કર મારીને આગળ વધતી રહી.

તેમણે આગળ જણાવ્યું કે બસના ટાયરમાં બાઈક ફસાઈ જવાના કારણે બસ ઉભી રહી ગઈ. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ નજીક જઈને જોયું તો ચાલક બેભાન અવસ્થામાં પડ્યો હતો અને માથું સ્ટેયરીંગ પર રાખ્યું હતું. લોકો તેને ઉઠાવી અને મેટ્રો હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો. જેમાં તેનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું. તો બસની ટક્કરના કારણે એક બાઈક સવારનું મોત થઇ ગયું અને બે બાળકો સહીત અડધો ડર્ઝન લોકો ઘાયલ થયા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel