આ કાકા બસ ચલાવતા ચાલવતા પીવા લાગ્યા હુક્કો, પાછળથી આવી રહેલી કાર વાળાએ બનાવી લીધો વીડિયો, પછી થયું એવું કે… જુઓ

એક હાથમાં બસનું સ્ટેરીંગ અને બીજા હાથમાં હુક્કો, પેસેન્જર ભરેલી બસને સડસડાટ ભગાવી ધુમાડા કાઢતો કાઢતો જઈ રહ્યો આ ડ્રાઈવર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે જેને લોકો પણ જોવાનું અને સોશિયલ મીડિયામાં શેર કરવાનું પસંદ કરે છે, ત્યારે હાલ એક કાકાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે બસ ચલાવતા ચાલવતા હુક્કો પી રહ્યા છે.

આ વીડિયો એક યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો હરિયાણા રોડવેઝની બસનો છે. જેમાં એક કાકા બેઠા છે અને તેમના એક હાથમાં સ્ટીયરીંગ છે અને બીજા હાથમાં મોટો હુક્કો છે. ખાસ વાત એ છે કે બસ ઝડપથી ચાલી રહી છે અને તેઓ એકસાથે હુક્કાનો પણ આનંદ માણી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે આ બસ જ્યારે રસ્તા પર દોડી રહી હતી ત્યારે પાછળથી આવેલા એક કાર સવાર દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારે જ બાજુમાંથી આવતા અન્ય વાહનમાં બેઠેલા વ્યક્તિએ તેને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ પછી તે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ વાયરલ થઈ ગયો.

આ વીડિયો પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે તે એકદમ જોખમી હતું કારણ કે બસમાં મુસાફરો બેઠા હોય ત્યારે આવું જોખમ ના લેવું જોઈએ. તો એક યુઝરે લખ્યું કે જીવન આ રીતે જીવવું જોઈએ. તો ઘણા લોકો આ વીડિયો પર પોતાનો ઉગ્ર પ્રતિભાવ આપતા એમ પણ કહી રહ્યા છે કે આવી હરકત ના કરવી જોઈએ અને આ ડ્રાઈવર સામે એક્શન લેવું જોઈએ.

Niraj Patel