લો બોલો…આ દુકાનવાળો બનાવે છે પાન બર્ગર, ડ્રાયફ્રુટ અને ક્રીમ નાખીને એવું લબાલબ પાઉં વચ્ચે દબાવે છે કે જોઈને તમે કહેશો…”બસ આજ બાકી હતું..”, જુઓ વીડિયો

આ ભાઈ બનાવે છે પાન બર્ગર, વીડિયો વાયરલ થતા જ લોકોનો પિત્તો પણ છટક્યો, તમે ખાવા જશો ?, જુઓ વીડિયો

Paan Burger Video : ખાણીપીણીના શોખીનો તમને ઠેર ઠેર મળી જશે. વળી આપણા દેશમાં તો હાલ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પરંપરાગત રીતે ખાવામાં આવતી વાનગીઓ સાથે છેડછાડ કરીને તેને વિચિત્ર રૂપ પણ આપવામાં આવે છે. ઘણી વાનગીઓ લોકોને પસંદ આવે છે તો કેટલીક એવી વિચિત્ર વાનગીઓના વીડિયો વાયરલ થાય છે જેને જોઈને કોઈનું દિમાગ પણ ચકરાવે ચઢી જતું હોય છે.

અત્યાર સુધી આપણે ઈન્ટરનેટ પર દાલ મખની આઈસ્ક્રીમ રોલ્સથી લઈને મેગી પાણીપુરી અને ચોકલેટ બિરિયાની સુધીની દરેક વસ્તુ જોઈ છે, અને દરેક વખતે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. ત્યારે હાલ એક એવું ફૂડ કોમ્બિનેશન સામે આવ્યું છે જે મીઠાઈ પ્રેમીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશનની યાદીમાં વધુ એક ઉમેરી શકાય એવું પાન બર્ગર. એક પાકિસ્તાની ફૂડ પેજે “બર્ગર પાન” કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ લોકપ્રિય પાન બર્ગર બનાવી રહ્યો છે. જેમાં પાનની અંદર સોપારીની સાથે તેણે કાથો, વરિયાળી, ગુલકંદ સહિતની ઘણી વસ્તુઓ રાખી હતી. એટલું જ નહીં, ડ્રાયફ્રુટ જેવા કે બદામ, સ્વાદિષ્ટ વરિયાળી, ચોકલેટ અને બીજી ઘણી બધી મીઠી વસ્તુઓ સોપારી પર મૂકવામાં આવી. પછી દુકાનદાર માયોનીઝને બદલે પાનના અંતે તાજી ક્રીમ છાંટતો જોવા મળે છે. અંતે તેણે શું કર્યું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તેણે એક બન લીધો અને તેને વચ્ચેથી કાપીને તેમાં બનાવેલું પાન રાખ્યું. આ વીડિયોના અંતે એક વ્યક્તિએ બનને પણ બે ભાગમાં કાપી નાખ્યો.

આ વીડિયોને અત્યાર સુધીમાં 8000થી વધુ લાઈક્સ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ તરફથી અઢળક કોમેન્ટ મળી રહી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી કે “મને આના સ્વાદની કલ્પના કરીને જ ઉલટી થઈ.” બીજાએ કહ્યું, “જોઈને તે એકદમ ચીઝી લાગે છે.” ત્રીજાએ કહ્યું, “આ ખૂબ જ ઘૃણાજનક છે. હે ભગવાન, તેને બંધ કરો, કૃપા કરીને હવે તેને બંધ કરો.” ચોથાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું, “મને આ વિચાર બિલકુલ પસંદ નથી. ખબર નહીં લોકો તેને કેમ ખાય છે.”

Niraj Patel