લગ્ન માટે બનાવેલા મંડપમાં અચાનક ઘુસી આવ્યો ખુંટીયો, મહેમાનો પણ જીવ બચાવીને ભાગતા આવ્યા નજર, વાયરલ થયો વીડિયો, જુઓ

લગ્નના મંડપમાં આચાનક ઘુસી ગયો ખુંટીયો, લોકોના જીવ ચોંટ્યા તાળવે, ભગાવવા માટે કર્યું એવું કે…જુઓ વીડીયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઇન્ટરનેટ પર પણ લગ્નના ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ઘનિરવ લગ્નની અંદરથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જતા હોય છે. આવી ઘટનાઓન વીડિયોને લોકો ધડાધડ શેર પણ કરતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે.

લગ્નના દિવસે દરેક લોકો એ વાતનું ધ્યાન રાખતા હોય છે કે કોઈ અઘટિત  દુર્ઘટના ના સર્જાય, પરંતુ માણસના ઇચ્છવાથી શું થવાનું છે ? ક્યારેક કોઈ લગ્નમાં એવી ઘટના ઘટી પણ જતી હોય છે, હાલ વાયરલ થઇ રહેલો વીડિયો આ વાતનું જ એક ઉદાહરણ છે જેમાં લગ્નના મંડપમાં એક ખુંટીયો ઘુસી આવતા જ દોડધામ મચી ગઈ હતી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક એક ખુંટીયો લગ્નમાં ઘુસી ગયો અને પછી તે આમ તેમ ભટકવા લાગ્યો. તે ફૂડ સ્ટોલ પાસે કંઈક ખાવાના ઈરાદે ઘૂમી રહ્યો હતો અને તેની આસપાસ કેટલાક લોકોને જોતા જ તેણે શીંગડા વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્યાં હાજર એક મહેમાન પણ ભાગવાનો પ્રયાસ કરે છે અને તે જમીન પર પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Pretty Matti (@prettymatti)

લગ્નના મંડપની અંદરથી કોઈએ વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો અને આ વીડિયો હવે ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને ફની કોમેન્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો આ ઘટનાને જોઈને હેરાન પણ રહી ગયા છે, કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે જો ખુંટીયાએ કોઈના પર હુમલો કર્યો હોત કે મંડપમાં વધારે લોકો હોતા તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી.

Niraj Patel