હાઇવે પર જઈ રહેલી AC બસમાં અચાનક થઇ ગયો બ્લાસ્ટ, 26 લોકો જીવતા જ બળીને થઇ ગયા ભડથું, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

Samruddhi Highway Accident : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણીવાર રોડ અકસ્માતની અંદર કેટલાય લોકોનો જીવ જતો હોય છે, આ ઉપરાંત ઘણીવાર એવા મોટા અકસ્માતની ખબરો પણ સામે આવતી હોય છે જેમાં એક કરતા પણ વધુ લોકોના મોતની ખબર સામે આવે છે, હાલ એવા જ એક અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં એક એસી બસમાં બ્લાસ્ટ થવાના કારણે 26 લોકો જીવતા જ બળીને ભડથું થઇ ગયા.

આ ઘટના સામે આવી છે મહારાષ્ટ્રના બુલઢાણામાંથી. જ્યાંના સિંદખેડ રાજા નગર પાસે એક દુ:ખદ બસ અકસ્માતમાં 26 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર થયો હતો. અહીં સિટીલિંક ટ્રાવેલ્સની લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. થોડી જ વારમાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો કંઈક સમજી શકે ત્યાં સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

બુલઢાણાના એસપી સુનીલ કડાસેનનું કહેવું છે કે બસમાં કુલ 33 લોકો સવાર હતા, જેમાંથી 3 માસૂમ બાળકો સહિત 26 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે માહિતી આપતાં પોલીસ અધિક્ષકે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર જઈ રહેલી બસનું ટાયર ફાટ્યું, ત્યારબાદ તે પોલ અને ડિવાઈડર સાથે અથડાઈ. અને પછી તેમાં ભીષણ આગ લાગી ગઈ.

લોકોએ તાત્કાલિક પોલીસ સહિત વહીવટી અધિકારીઓને અકસ્માત અંગે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. હાઈવે પર તૈનાત ઈમરજન્સી મેડિકલ ટીમ સાથે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.પોલીસે તાકીદે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, જ્યારે તે લગભગ 1.30 વાગ્યે પિંપલખુટા ગામ નજીક એક પોલ સાથે અથડાયા બાદ  ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેમાં આગ લાગી. પોલીસનું કહેવું છે કે 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.

Niraj Patel