આજ સુધી તમે લોકોને આંગળી ઉપર ફૂટબોલ કે વૉલીબોલ ફેરવતા જોયા હશે, પરંતુ આ ભેંસને જોઈને તમે એમને પણ ભૂલી જશો

સોશિયલ મીડિયા આજે વાયરલ વીડિયોનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે, આજે કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. આપણે ઘણા રમતવીરોને જોયા હશે  જે પોતાની એક આંગળી ઉપર ફૂટબોલ કે વૉલીબોલ ફેરવતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે એમને પણ ભૂલી જશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ ભેંસના વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું છે. તમે લોકોને તો આંગળી ઉપર બોલ ફેરવતા જોયા હશે, પરંતુ ભેંસને આવું કઈ કરતા જોઈ છે કયારેય ? ના જોઈ હોય તો આજે તમે એવી ભેંસને જોશો જે આવું કારનામુ કરી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ભેંસ જમીન ઉપર ખુબ જ આરામથી બેઠી છે અને તેના શીંગડા ઉપર રહેલા એક પ્લાસ્ટિકના ટબને તે ગોળ ગોળ ફેરવી રહી છે. આ ભેંસને જોઈને ઘણા લોકો તેને ટેલેન્ટેડ ભેંસ પણ કહી રહ્યા છે.ઘણા લોકોએ તો આવો ભેંસોનો ટેલેન્ટ પહેલીવાર જોયો હોવાનું પણ કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જો કે આ વાયરલ વીડિયો જોતા એવું લાગે છે કે ટબ ભેંસના શીંગડામાં ફસાઈ ગયું છે અને તેના કારણે તે ટબને કાઢવા માટે જાય છે અને ટબ ગોળ હોવાના કારણે ભેંસના માથું હલાવવાની સાથે જ ગોળ ગોળ ફરે છે, થોડીવારમાં જ ટબ ઉછળીને દૂર પણ પડી જાય છે. શું તમે આવો નજારો જોયો છે કયારેય ?

Niraj Patel