બુધનું વૃશ્ચિક રાશિમાં ગોચર : આ 3 રાશિના જાતકોને થશે ધનલાભ અને મળશે સફળતા

બુધ ગ્રહને વાણી, વેપાર, અર્થતંત્ર, મીડિયા અને બેંકિંગનો વૈદિક જ્યોતિષમાં કારક માનવામાં આવે છે. એટલે જ્યારે પણ બુધ ગોચર કરે ત્યારે આ ક્ષેત્રો પર વિશેષ અસર પડે છે. 28 ડિસેમ્બરના રોજ બુધ વૃશ્ચિક રાશિમાં પાછળ જશે. જેની અસર બધી રાશિના જાતકો પર જોવા મળશે. પણ 3 રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ધનલાભ થઇ શકે છે અને સફળતા પણ મળી શકે છે.

મકર: વૃશ્ચિક રાશિમાં બુધનું ગોચર આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે, ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. કારકિર્દીમાં ઉપલબ્ધિઓને કારણે એક અલગ આત્મવિશ્વાસ આવશે, પુત્ર અને પૌત્રનો આશીર્વાદ મળી શકે છે. જૂના રોકાણોમાંથી લાભ પણ મળી શકે છે. બાળકો પ્રગતિ કરશે.

તુલા: અણધાર્યા પૈસા મળી શકે છે, કોઈ સારા સમાચાર મળી શકે છે, ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. નવું કામ શરૂ કરવાનો સારો સમય છે. બુધ ગ્રહના પ્રભાવને કારણે વાણી પ્રભાવિત થશે અને તેના કારણે લોકો પ્રભાવિત થઇ શકે છે. રાશિથી 12મા અને 9મા ઘરનો સ્વામી ગ્રહ બુધ એટલે ભાગ્ય સારો સાથ આપશે. પૈસા બચાવવામાં પણ સફળ થશો.

કર્ક: બુધનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભૌતિક સુખો મળી શકે છે, વાહન અને મિલકત પણ મળી શકે છે. જે કોઇ પણ નોકરી બદલવા માંગે છે તે સફળ થઈ શકે છે. ઇચ્છિત સ્થાન પર ટ્રાન્સફર પણ મેળવી શકાશે. વેપારીઓ માટે શુભ સાબિત થશે, સારો આર્થિક લાભ મળશે. જ્યારે બુધ ગ્રહ તમારી રાશિથી ત્રીજા અને 12મા ઘરનો સ્વામી છે. તેથી આ સમયમાં તમારી હિંમત અને બહાદુરી પણ વધશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષીય ગણનાઓ અને માન્યતાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina