જો તમે નવા બ્રોડબેન્ડ વિશે વિચારી રહ્યા છો તો જલ્દીથી આ વાંચી લો, 1000 રૂપિયાની અંદર મળશે આટલા બધા ફાયદા

આજના સમયમાં તો ઇન્ટરનેટ લોકોની જરૂરિયાત બની ગઇ છે. એવામાં ડેટા પેક્સ પણ ઘણા મોંઘા હોય છે. લોકોની એ જ કોશિશ રહે છે કે ઘરમાં હોય તો મોબાઇલ ડેટાનો ઉપયોગ ઓછો કરવો પડે. અહીં બ્રોડબૈંડ કે વાઇફાઇ સર્વિસની વાત આવે છે, આજે ઘણી મોટી કંપનીઓ તેમના ગ્રાહકોને બ્રોડબૈંડ સર્વિસ પણ આપી રહી છે. આજે Airtel, JioFiber, BSNL, TataSky અને Excitel જેવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપની ઘણા બ્રોડબૈંડ પ્લાન ઓફર કરે છે. જો તમે તમારા ઘરમાં નવા બ્રોડબૈંડ પ્લાન વિશે વિચારી રહ્યા છો તો આજે અમે તમને માર્કેટમાં હાજર Airtel XStream, JioFIber, BSNL, Excitel અને Tata Sky Broadband ના 1000 રૂપિયાના બજેટમાં આવનાર અને 300mbps જેટલી સ્પીડ આપનાપ બ્રોડબૈંડની જાણકારી આપી રહ્યા છે.

1.JioFiber – 999 રૂપિયા વાળો બ્રોડબૈંડ પ્લાન : જીયોના આ બ્રોડબૈંડ પ્લાનમાં તમને 150mbpsની ડેટા સ્પીડ મળશે અને અનલિમિટેડ ઇન્ટરનેટ પર આપવામાં આવશે. આ સાથે આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને અમેઝોન પ્રાઇમ તેમજ ડિઝની+હોટસ્ટાર સહિત 14 ઓટીટી પ્લેટફોર્મ્સનું સબ્સક્રિપ્શન મળશે.

2.BSNL – 999 રૂપિયા વાળો બ્રોડબૈંડ પ્લાન : BSNLનું પ્રીમિયમ ફાઇબર બ્રોડબૈંડ પ્લાન 3300 GB કે 3.3 TB સુધી 200mbpsની સ્પીડ આપશે જે બાદ સ્પીડ ઘટીને 2mbps કરી દેવામાં આવશે. આ પ્લાન સાથે યુઝર્સને ડિઝની+હોટસ્ટારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન પણ મળશે. YuppTvના સ્ટ્રીમિંગ બેનિફિટ્સ તમેન 129 રૂપિયા પ્રતિ માસ પર મળશે અને સિનેમા પ્લસના એક ઓન પ્લાનમાં તમને yupptv, zee5, સોની લિવ અને વૂટના સબ્સક્રિપ્શન મળશે.

3.Airtel – 999 રૂપિયા વાળો બ્રોડબૈંડ પ્લાન : આ પ્લાનમાં અનલિમિટેડ ઇન્ટરનેટ, વોઇસ કોલ્સ અને 200mbpsની ડેટા સ્પીડ મળશે. સ્ટ્રીમિંગ બેનિફિટ્સની વાત કરીએ તો, આ પ્લાનમાં તમને ઝી5 પ્રીમિયમ અને અમેઝોન પ્રાઇમનુ એક વર્ષનું સબ્સક્રિપ્શન અને એરટેલ એક્સ સ્ટ્રીમ બોક્સનું એક્સેસ મળશે.

4.TataSky – 950 રૂપિયા વાળો બ્રોડબૈંડ પ્લાન : આ પ્લાન આ લિસ્ટનો સૌથી સસ્તો પ્લાન છે. 950 રૂપિયામાં ટાટા સ્કાયના બ્રોડબૈંડ પ્લાનમાં તમને એક મહીના માટે 100mbps ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં કોઇ સ્ટ્રીમિંગ બેનિફિટ્સ નથી પરંતુ આ પ્લાનને 6 અને 12 મહીના માટે પણ લઇ શકાય છે.

5.Excitel – 999 રૂપિયા વાળો પ્રીમિયમ ફાઇબર બ્રોડબૈંડ પ્લાન : આ પ્લાનમાં એક મહીના માટે તમને 300mbpsની સ્પીડ અને અનલિમિટેડ ડેટા મળશે. તમે આ પ્લાનને વર્ષ માટે પણ લઇ શકો છો. સાથે જ એક પ્લાન 752 રૂપિયા પ્રતિ માસનો પણ છે, જેમાં યુઝરને ઝી5, એરોસ, વૂટ અને શેમારૂના સબ્સક્રિપ્શન પણ ફ્રી મળશે. જયાં જયાં excitel સર્વિસ આપી રહ્યુ છે ત્યાં આ પ્લાન્સ ઉપલબ્ધ છે.

 

Shah Jina