હેવાન પતિ ! પત્નીને મારી લાશના કરયા 224 ટુકડા…પછી નદીમાં વહાવ્યા- મર્ડરની એવી કહાની કે સાંભળી કોઇ પણ ધ્રુજી ઉઠે

પત્નીના 224 ટુકડા કર્યા, તેના પાળેલા પ્રાણીને મિક્સરમાં માર્યા, ગુનો સામે આવ્યો તો ઓફિસર પણ કંપી ઉઠ્યા

બ્રિટનમાં પત્નીના શરીરના 224 ટુકડા કરવાના આરોપમાં પતિએ આખરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કહ્યું કે તેણે માર્ચ 2023માં તેની પત્નીની હત્યા કરી હતી. જો કે તેણે હત્યાનું કારણ જણાવ્યું નથી. પત્ની હોલી બ્રેમલીની હત્યા કર્યા બાદ 28 વર્ષીય નિકોલસ મેટસને શરીરના અંગોને એક સપ્તાહ સુધી ઘરમાં રાખ્યા અને પછી નદીમાં ફેંક્યા. નિકોલસે તેની પત્નીના પાલતુ પ્રાણીઓ જેવા કે ઉંદર અને શ્વાનને પણ નિર્દયતાથી માર્યા હોવાનું સામે આવ્યું છે.

નિકોલસે હવે આ બાબતોની કબૂલાત કરી છે, જો કે આ પહેલા સુધી તો તે પૂછપરછ દરમિયાન હત્યામાં તેની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યો હતો. બ્રિટિશ મીડિયા અનુસાર નિકોલસને 8 એપ્રિલે સજા સંભળાવવામાં આવી. ગત વર્ષે 24 માર્ચે લિંકનશાયર પોલીસને એક ફોન આવ્યો. કોલરે હોલીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. આ પછી પોલીસની ટીમ દંપતીના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. નિકોલસે પોલીસને તેના શરીર પર દાંત કાપેલાના નિશાન બતાવ્યા અને કહ્યું કે તે ઘરેલુ હિંસાનો શિકાર બન્યો છે અને તેની પત્ની 19 માર્ચના રોજ ઘર છોડીને જતી રહી.

પોલીસે ફરીથી એપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને આ દરમિયાન પોલિસને લોહીના ડાઘાવાળી બેડશીટ અને બ્લીચના નિશાન મળ્યા. ઘરને સજાવતા પહેલા તેની સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ નિકોલસની હત્યાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી. 25 માર્ચના રોજ લિંકનશાયરની વિથમ નદીમાંથી હોલી બ્રેમલીના અવશેષો મળી આવ્યા.

મૃતદેહને એવી રીતે કાપવામાં આવ્યો હતો કે મૃત્યુનું કારણ જાણવું મુશ્કેલ બની ગયું હતું. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર કોર્ટને કહેવામાં આવ્યું હતું કે નિકોલસે શરીરના ટુકડા નદીમાં ફેંકવા માટે મિત્રની મદદ લીધી હતી. આ કામ માટે તેને 50 પાઉન્ડ અને લગભગ 5 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

જ્યારે ગુનેગારની ઈન્ટરનેટ હિસ્ટ્રી સર્ચ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેણે ‘મારી પત્નીનું મોત થાય તો મને શું ફાયદો થશે’ અને ‘તેના મોત પછી કોઈ મને હેરાન કરી શકે છે’ જેવા સવાલો સર્ચ કરાયા હતા. મૃતક હોલીની માતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેની પુત્રીના લગ્નને માત્ર 16 મહિના થયા છે અને નિકોલસ તેને તેના પરિવારને મળવા દેતો નહોતો. બંને અલગ થવાના આરે હતા.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હોલીને સજા આપવા માટે નિકોલસે તેવા પાલતુ ઉંદરોને ફૂડ બ્લેન્ડર અને માઇક્રોવેવ ઓવનમાં નાખીને મારી નાખ્યા હતા. તેણે હોલીના એક શ્વાનને પણ વોશિંગ મશીનમાં નાખીને મારી નાખ્યો હતો. નિકોલસ મેટસનને અગાઉ 2013, 2016 અને 2017માં તેની ભૂતપૂર્વ પત્નીઓ સામેના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

Shah Jina