નવા વર્ષ એટલે કે 2022માં ઘરે લાવો આ વસ્તુઓ, સુખ સમૃદ્ધિ સાથે થશે પૈસાનો વરસાદ…

વર્ષ 2021 પૂરું થવા આવ્યું છે. આ વર્ષના વચ્ચે બધાએ કોરોના વાયરસનું ભયંકર સ્વરૂપ જોયું હતું જેના પછી ઉમ્મીદ હતી કે આગળનું વર્ષ સારું જાય. દરેક વ્યક્તિ નવા વર્ષની શરૂઆતમાં શુભ અને સારા સમય માટે પ્રાર્થના કરી રહ્યા છે. બધા ઈચ્છે છે કે નવું વર્ષ તેમના જીવનમાં ખુશીનો લઈને આવે. પૈસાની કોઈ કમી ના રહે. લક્ષ્મી માતાની આખા વર્ષ સુધી કૃપા વરસતી રહે. જ્યોતિષ અનુસાર સુખ સમૃદ્ધિ અને આર્થિક સ્તિથીનો માર્ગ તમારા ભાગ્યથી નક્કી થાય છે પરંતુ કેટલીક વાસ્તુ ટીપ કરવાથી તમારે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ શકે છે.

1. મોતી શંખ : શંખ તો વધારેપડતા લોકોના ઘરે હશે જ પરંતુ દક્ષિણવર્તી શંખ તથા મોતીનો શંખનું અલગ જ મહત્વ છે. મોતીશંખ થોડોક ચમકદાર હોય છે. જો તમે મોતી શંખને તમારા ઘરે લાવીને વિધિ વિધાન પૂર્વક તિજોરી કે ઘન રાખવાના સ્થાન પર રાખવામાં આવે તો તેનાથી ધન સબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. મોતી શંખ ચળકાટ વાળો હોય છે. મોતી શંખ તિજોરીમાં રાખવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે.

2. કમળગોટી : જો તમે ઘન લાભ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારા ઘરમાં કમળગોટીની માળા જરૂર રાખો. કમલગોટી લક્ષ્મીજીની  પ્રિય છે. કમળગોટીને તમારા પૂજા ઘરમાં રાખી શકો છો. જો તમે એવું કરો છો તો તેનાથી જીવનમાં ધનથી જોડાયેલ મુશ્કેલીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિનો માર્ગ મળશે.

3. મોરપંખ : મોરપંખને પણ અત્યંત શુભ અને ચમત્કારિક માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણના માથા પર સજેલું મોર પંખ ખુબ જ લાભદાયી હોય છે. કહેવામાં આવે છે કે મોરપંખથી કિસ્મત સુધરી જતી હોય છે. તમે ઘરે 1 કાંતો 3 મોરપંખ રાખો તેનાથી ભાગ્ય પ્રબળ થશે અને જીવનની બધી બાધાઓ દૂર થશે. તમે તમારા જીવનમાં જે પણ કાર્ય કરો છો તેમાં કિસ્મતનો પણ ભરપૂર સહયોગ હોય છે. એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં ખાલી મોરપંખનો ગુચ્છો નહિ પરંતુ 1 કાંતો 3 જ મોરપંખ રાખવા જોઈએ.

4. પિરામિડ : શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જો પિરામિડની આકૃતિ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં વાતાવરણ પોઝિટિવ બને છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે તો ઘર પરિવારના લોકો વચ્ચે તાલમેલ સારો બનશે. એટલું જ નહિ પરંતુ ઘરના લોકો પણ તેમના ક્ષેત્રમાં તરક્કી  મળી શકે છે.

5. કાચબો : જો તમે તમારા ઘરે માટી કે ધાતુનો કાચબો લાવીને રાખો છો તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ શાંતિ માટે તમે ચાંદી, પિત્તળ કે કાંસનો કાચબો ઘરે લાવીને રાખી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ કાચબાને તમારે ઉત્તર દિશા બાજુ રાખવાનો છે. એવું કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને કિસ્મત પણ સાથ આપતી હોય છે.

6. હાથી : શાસ્ત્રો અનુસાર ચાંદીનો હાથી ઘરમાં રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેમના ઘરમાં સુખ શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે, રાહુ અને કેતુની ખરાબ અસર પુરી થઇ જતી હોય છે એટલું જ નહિ નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. તમે તમારા ઘરમાં ચાંદીનો હાથી લાવીને રાખો. તેનાથી લાભ પ્રાપ્ત થવાની માન્યતા છે.

Patel Meet