કન્યા મોઢામાંથી કાઢી રહી હતી ધુમાડાના ગોટા, જોઈને હેરાન રહી ગયા વરરાજાના પરિવારજનો, જુઓ વીડિયો

લગ્ન બે પરિવારોના મિલનનો પ્રસંગ છે. લગ્નની અંદર ઘણી એવી એવી ઘટનાઓ બનતી હોય છે જે હંમેશા યાદગાર બની જતી હોય છે. આવી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જતા હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં દુલ્હન મોઢામાથી ધુમાડા કાઢી રહી છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ટેબલની પાસે જમવા માટે વર કન્યા અને તેમના પરિવારજનો બેઠા છે. કન્યા બધાની સામે તેના મોઢામાંથી ધુમાડાના ગોટા કાઢી રહી છે. તેના મોઢામાંથી નીકળતા ધુમાડાને જોઈને એવું લાગે જાણે કે તે સિગરેટ પી રહી હોય. પરંતુ તેના હાથમાં કોઈ સિગરેટ નથી.

થોડીવારમાં જ સાચી હકીકત સામે આવે છે. કન્યા કોઈ પકવાન ખાઈ રહી છે અને તેમાંથી ધુમાડો નીકળે છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે, તમે પણ જુઓ આ મજેદાર વીડિયો….

Niraj Patel