ખુલ્લી જીપમાં બોનેટ ઉપર બેસી ડીજેના તાલ ઉપર વાજતે ગાજતે વરરાજાને લેવા સાસરે જાન લઈને પહોંચી દુલ્હન, રસ્તા વચ્ચે કન્યાના વરઘોડાને જોતા રહી ગયા લોકો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, કેટલીય જાનો જોડાઈ રહી છે અને કેટલાય યુગલો પ્રભુતામાં પગલાં પણ માંડી રહ્યા છે. ઘણા લગ્નના વીડિયો પણ  સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નના અલગ અલગ રીતિ રિવાજો સાથે વર-કન્યાના સ્વેગનો વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે. હાલ એવી જ એક દુલ્હનના સ્વેગનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.સોશિયલ મીડિયા પર દુલ્હનની વરઘોડાની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. આ દુલ્હન પોતે જ લગ્નમાં પોતાનો વરઘોડો કાઢ્યો હતો.

કન્યા ખુલ્લી જીપમાં બોનેટ પર સવાર થઈ અને વરને લેવા તેના સાસરે પહોંચી. આ દરમિયાન જેણે પણ દુલ્હનનો વરઘોડો જોયો તે જોતો જ રહી ગયા. મધ્યપ્રદેશના ભોપાલમાં આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દુલ્હનના વરઘોડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન ખુલ્લી જીપમાં પોતાનો વરઘોડો કાઢી રહી છે. આ દરમિયાન ડીજે પણ જોરશોરથી વાગી રહ્યું છે અને તે જીપના બોનેટ પર બેસીને ફુલ સ્વેગમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો ખૂબ જ અદ્ભુત છે.

આ વરઘોડો આઇટી પ્રોફેશનલ ભાવના લાલવાણીનો હતો. ભોપાલના બૈરાગઢ વિસ્તારમાં ભાવનાનો વરઘોડો નીકળ્યો હતો.વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન જીપ્સી બોનેટ પર સવાર છે અને ઉત્સાહ સાથે વરઘોડો કાઢી રહી છે. આ દરમિયાન કારમાં તેના સંબંધીઓ પણ હાજર હોય છે. ભાવનાની ઈચ્છા હતી કે તેના લગ્ન ત્યારે જ થશે જ્યારે તે જાન લઈને જશે વરરાજા જાન લઈને નહિ આવે. આ પછી, ભાવના ખુલ્લી જીપ્સીમાં સવાર થઈ અને  નાચતી અને ગાતી વરરાજાના ઘરે પહોંચી.

કન્યાના પિતાએ દીકરીની ઈચ્છા પૂરી કરવા ભાવનાનો વરઘોડો કાઢ્યો. પહેલા તો કન્યાના પિતા આ રીતે વરઘોડો કાઢવાના પક્ષમાં ન હતા. તેમણે આ માટે પણ ના પાડી દીધી હતી. પિતાને લાગ્યું કે સંબંધીઓ અને સમાજના લોકો આ વિશે શું કહેશે. જોકે, દીકરીનો આગ્રહ એવો હતો કે તે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે વરરાજાની જેમ વરઘોડો કાઢશે.

છેવટે, પુત્રીના આગ્રહ સામે પિતાને ઝુકવું પડ્યું અને પછી તેનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે  કે ભાવના એક આઈટી પ્રોફેશનલ છે. તે ભોપાલના બૈરાગઢ વિસ્તારમાં રહે છે. શોભાયાત્રામાં તેણે પોતાની સ્ટાઈલથી ખળભળાટ મચાવ્યો છે. તેમના વરઘોડાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે વિસ્તારના લોકો ભાવનાના લગ્નની ચર્ચા કરી રહ્યા છે.

Niraj Patel