સ્ટેજ પર એકલી ડાન્સ કરી રહી હતી દુલ્હન ત્યારે જ આવી ગયો બેસ્ટ ફ્રેન્ડ, બંનેએ મળીને એવું કર્યું કે દુલ્હો જોતો જ રહી ગયો

કોઈની પણ જિંદગીમાં લગ્ન એક ખાસ દિવસ હોય છે. આ દિવસે દુલ્હા દુલ્હનની ખુશી જોવા લાયક હોય છે. લગ્નમાં દરેક મોમેન્ટને એન્જોય કરવું જોઈએ કેમકે આ જ પળ આગળ જઈને યાદ આવે છે. લગ્નના અત્યાર સુધી અઢળક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા થતા હોય છે.

એવો જ એક વાયરલ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જેને જોયા પછી તમે પણ હસવા લાગશો. વાયરલ વીડિયોમાં દુલ્હન વરમાળા સ્ટેજ પર ‘ઇશ્ક તેરા તડપાવે’ ગીત પર ડાન્સ કરતા નજર આવી રહી છે.

વીડિયોમાં દુલ્હન તેના એક મિત્ર સાથે પંજાબી ગીત પર ઝુમતા જોવા મળી રહી છે. ત્યારે કંઈક એવું કે દુલ્હન સ્ટેજ પર ઉભી રહી છે અને એકલી જ ઝુમી રહી હોય છે ત્યારે અચાનક તેનો ખાસ મિત્ર ત્યાં આવી જાય છે.

ત્યારબાદ બંને ‘ઇશ્ક તેરા તડપાવે’ ગીત પર જેવી રીતે ધમાલ મચાવે છે તેને જોઈને તમારો દિવસ પણ બની જશે. જેવી રીતે બંને આ ગીત પર મસ્તીમાં ડાન્સ કરે છે તેને જોયા બાદ તમને પણ એક વખત ડાન્સ કરવાનું મન થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

વીડિયો એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે તેને અત્યાર સુધી 7 લાખ કરતા પણ વધુ લાઇક્સ આવી ગઈ છે. એક યુઝરે વીડિયોમાં કોમેન્ટ કરતા લખ્યું હતું કે,’પાક્કું આ છોકરીનો ખાસ મિત્ર જ હશે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે,’આવું ત્યારે થાય છે જયારે ખાસ મિત્ર આવી જાય.’ તેમજ એક અન્ય યુઝરે લખ્યું કે,’દુલ્હો વિચારી રહ્યો હશે કે હું કેમ છુ અહીંયા. આવી રીતના ઘણી બધી મજેદાર કોમેન્ટ આ વીડિયો પર આવી છે.

Patel Meet