લગ્નના દિવસે જ દુલ્હને કહી દીધુ એવું કે… સાંભળી બધા જ હચમચી ગયા, વીડિયો જોઇ તમે પણ શેર કર્યા વગર નહિ રહી શકો

સોશિયલ મીડિયાની મસ્તી ભરેલી દુનિયામાં લગ્નના અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કન્યા અને તેના મિત્રો વચ્ચે રમુજી વાતચીત થાય છે. લગ્ન પહેલા દુલ્હનને એવી વાતો કરતા સાંભળવા મળે છે, જેના પર કોઈપણ વર ગુસ્સે થઈ જાય. આ વીડિયોમાં દુલ્હન અને તેના મિત્રો વચ્ચે ચાલી રહેલી મસ્તી અને જોક્સ જોઈને તમે તમારી જાતને હસતા રોકી નહીં શકો. આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

ઈન્ટરનેટ પર સામે આવેલા ફની વીડિયોમાં દુલ્હન મેકઅપ રૂમમાં મિત્રો સાથે બેઠેલી જોવા મળે છે. આમાં એક છોકરી કેમેરો ઓન કરે છે અને દુલ્હનને સવાલ પૂછવા લાગે છે. લહેંગા પહેર્યા પછી, દુલ્હનનું મન બદલાઈ જાય છે અને તેની મિત્ર કહે છે કે તેણે હવે લગ્ન ન કરવા જોઈએ. તેને કન્યા તરફથી ખૂબ જ રસપ્રદ જવાબ મળ્યો. દુલ્હન કહી રહી છે કે યાર, હવે હું છોકરાઓને લાઇન નહિ મારી શકુ.

આ સાંભળીને મિત્રો જોરથી હસવા લાગે છે. આટલું જ નહીં, જ્યારે દુલ્હનની ફ્રેન્ડે કહ્યું કે શું હું જીજાજીને બોલાવું? આના પર કન્યા કહે કે હું ભાગી જાઉં? આ મસ્તીથી ભરપૂર વાતાવરણમાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને જોરથી હસવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવતા જ લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘તેને ટેગ કરો જે તેના લગ્નમાં કંઈક આવું જ બોલવાના છે.’

Shah Jina