FACT CHECK: વરરાજાએ મીઠાઈ ખાવાની ના પાડતા જ કન્યાએ મારી દિધી થપ્પડ ? શું છે આ વાયરલ વીડિયોની હકીકત ?

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર લગ્નને લગતા અવનવા વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયો એટલા ફની હોય છે કે તમે હસવાનું નથી રોકી શકતા. જો કે કેટલાક વીડિયો શોકિંગ પણ હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હસી મજાકમાં ક્યારેક ટ્રેજેડી થઈ જાય છે. કારણ કે દરેક લગ્ન પ્રસંગમાં હસી મજાક ચાલતી જ હોય છે. હસી મજાક વગર તો આજકાલમાં લગ્ન અધુરા ગણાય છે. પરંતુ ક્યારેક હસી મજાકનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમે કહેશો કે હસવું કે રડવું. કારણ કે આ વીડિયોમાં વર અને કન્યા લગ્નના સ્ટેજ પર મારપીટ કરવા લાગે છે. આ વીડિયોમાં તમને જોવા મળશે કે કન્યા વરરાજાને મીઠાઈ ખવડાવી રહી છે, પરંતુ વરરાજો મીઠાઈ ખાવા માટે હા ના હા ના કરી રહ્યો છે. એવામાં કન્યાને ગુસ્સો આવી જાય છે અને વરરાજાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે. હવે તેના પછી જે થયું તેને જોઈને તમને ચક્કર આવવા લાગશે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં તમે જોશો કે વર અને કન્યા સ્ટેજ પર ઉભેલા છે, લગ્નની વિધિઓ ચાલી રહી છે. આ દરમિયાન કન્યા વરરાજાને મીઠાઈ ખવડાવવા લાગે છે, પરંતુ વરરાજો મીઠાઈ ખાતો નથી અને મોઢું ફેરવી લે છે. ત્યારે જ કન્યાને ગુસ્સો આવી જાય છે અને વરરાજાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે. પછી શું હતું…વરરાજો પણ ગુસ્સે થઈ જાય છે અને તે પણ કન્યાને થપ્પડ મારી દે છે. આ પછી બન્ને એક બીજાને વારાફરતી થપ્પડ મારવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને ખુબ હસી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વાઈરલ થયેલા વીડિયોને only._.sarcasm_નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ યૂઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, આ બન્નેના લગ્ન કોણે નક્કી કર્યા. તો બીજાએ લખ્યું કે, આવી શું ઉતાવળ હતી, આના માટે તો આખી જિંદગી પડી છે. તો ઘણા લોકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આ મારપીટ પછી બન્નેના લગ્ન થયા કે નહીં?

જોકે આ વીડિયોની હકીકત તપાસતા કાંઈક બીજી જ ઘટના સામે આવી છે. આ વાયરલ વીડિયોને 5 એપ્રિલ 2022ના રોજ એક યુટ્યુબ ચેનલ AVI MUSIC ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથેના લખાણમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે, આ વીડિયોમાં પતિ-પત્ની સ્વયંવરમાં લડી રહ્યા છે. તેમજ આ મૈથિલી કોમેડી દર્શાવતો વીડિયો છે. આ વીડિયો સાથે એ પણ માહિતી આપવામાં આવી છે કે, આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે.

Kashyap Kumbhani