પતિ સુહાગરાત માણવા માટે પત્નીની રાહ જોઈ રહ્યો હતો કે દુલ્હને તેનું માથું ફોડીને…
દેશમાં ઘણા એવા કિસ્સાઓ બનતા જોવામાં આવે છે જેમાના અમુક તો એવા હોય છે કે જેને જાણીને આપણને વિશ્વાસ જ ન આવે. એવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના બિજનૌરમાં બની છે જ્યા સુહાગરાતના દિવસે જ દુલ્હને કંઈક એવું કર્યું કે મામલો પોલીસ સુધી જઈ પહોંચ્યો હતો. (અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).
ઘટના બિજનૌરના કુંડા ખુર્દ ગામની છે. જ્યા નવી નવેલી દુલ્હનને પતિના રૂમમાં મોકલીને બધા પોત પોતાના રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા. જ્યાં પતિ સુહાગરાત માટે પત્નીની રાહ જોઈ રહ્યો હતો કે દુલ્હને તેનું માથું ફોડીને પોતાના પ્રેમી સાથે ભાગી છૂટી હતી.
કુંડા ખુર્દ ગામના ચન્દ્રશેખરના લગ્ન હરિદ્વારની મનીષા સાથે થયા હતા. ઘરમાં જશ્નનો માહોલ હતા અને બધા ખૂબ ખુશ હતા. જ્યા સુહાગરાતે પત્નીએ પતિના માથા પર વાર કરીને ફોડી નાખ્યું અને તેને લોહી-લુહાણ હાલતમાં છોડીને મૌકો મળતા જ ત્યાંથી પ્રેમી સાથે ફરાર થઇ ગઈ હતી.
દુલ્હને 15 હજાર રૂપિયા અને બધા જ ઘરેણા પણ ત્યાંથી લઇ લીધા હતા. અડધી રાતે જ્યારે ચંદ્રશેખરને ભાન આવ્યું તો તેણે પરિવારને બધી જ જાણ કરી અને દુલ્હન અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું કે લૂંટેરી દુલ્હને પહેલાથી જ પુરી પ્લાનિંગ કરી રાખી હતી અને અને પ્રેમી સાથે ભાગી ગઈ હતી.