આ દુલ્હને કરી એવી ધાંસૂ એન્ટ્રી કે દુલ્હા સહિત મહેમાનો પણ એકીટશે જોતા જ રહી ગયા, દરિયા જેવો રસ્તો પાર કરી…જુઓ વીડિયો

આજ-કાલ તો લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કોઇ કસર નથી છોડતા. તેમાં પણ દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો એકદમ ખાસ હોય છે. હવે જમાનો સોશિયલ મીડિયાનો છે, ત્યાં લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં લગ્નની જાહોજલાલી જોવા મળે છે અને દુલ્હનની એન્ટ્રીના વીડિયો તો જોતજોતામાં જ વાયરલ થઇ જતા હોય છે. કેટલીક દુલ્હનો તો તેમની એન્ટ્રીની તૈયારી મહિનાઓથી કરતી હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લગ્નમાં એન્ટ્રી સમયે બધાની નજર તેના પર જ હોય. આવી સ્થિતિમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે.

વર-કન્યાની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર અનેકો વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ થોડા દિવસોથી વાયરલ થઈ રહેલો એક વીડિયો બધા વીડિયો પર ભારે પડી રહ્યો છે. એક દુલ્હનની ગ્રાન્ડ એન્ટ્રીનો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હને પોતાની એન્ટ્રી માટે જબરદસ્ત પ્લાનિંગ કર્યું છે. આ ખાસ પ્રસંગ માટે દુલ્હને લાલ રંગનો લહેંગો પસંદ કર્યો છે.

કન્યા એક દરિયા દ્વારા એટલે કે સ્વિમિંગ પુલ દ્વારા તેના વર પાસે જાય છે. વીડિયોમાં દુલ્હન સફેદ બોટમાં ભવ્ય એન્ટ્રી લે છે. તે જ સમયે, હોડીની ચારેબાજુથી સફેદ રંગનો કૃત્રિમ ધુમાડો નીકળી રહ્યો છે. જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. દુલ્હનની આ શાનદાર એન્ટ્રી જોઈને બધા સંબંધીઓ તેને જોતા જ રહી જાય છે. કન્યા નદી દ્વારા તેના વર પાસે પહોંચે છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

દુલ્હનની આ ખાસ એન્ટ્રીનો વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. લોકોને પણ આ અનોખી એન્ટ્રી પસંદ આવી રહી છે. લોકો આ વીડિયોના જોરદાર વખાણ કરી રહ્યા છે.

Shah Jina