ધોરાજીમાં કન્યાની પોતાના જ લગ્નમાં જોવા મળી જમાવટ, ડ્રમના તાલ ઉપર મહેમાનોને ઝુમાવ્યા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

સૌરાષ્ટ્રની ગરબા ક્વિને તેના લગ્નમાં વટ્ટ પડી દીધો, ડ્રમ વગાડતા જોઈને વરરાજા પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

લગ્નનો માહોલ આખા દેશમાં જામેલો છે અને ગુજરાતમાં પણ ઠેર ઠેર ધૂમધામથી લગ્ન થઇ રહ્યા છે, ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને સોશિયલ મીડિયા આ યુઝર્સ હેરાન પણ રહી જાય.

આજના સમયમાં લગ્નની રીતભાત પણ બદલાઈ છે. તમે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ઘણા લગ્નની અંદર જોયું હશે કે કન્યા વરઘોડો લઈને નીકળી હોય અને ઘણીવાર તો લગ્નના મંડપમાં પણ શાનદાર અંદાજમાં કન્યા બુલેટ ચલાવીને પણ પહોંચતી હોય છે. પહેલા આ બધું નહોતું જોવા મળતું કારણ કે લગ્નના દિવસે કન્યા શરમાઈને એક ખૂણામાં જ બેસતી હતી.

ત્યારે હાલ એવો જ એક વીડિયો રાજકોટના ધોરાજીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક કન્યા ડ્રમ વગાડતી જોવા મળી હતી. આ કન્યાને સૌરાષ્ટ્રની દાંડિયા ક્વિન તરીકે ઓળખવામાં આવે છે. જેનું નામ ગાર્વીન પટેલ છે. તેને પોતાના લગ્નની અંદર ડ્રમ વગાડીને મહેમાનોને ઝુમાવ્યા હતા. ગાર્વીનને આ રીતે ડ્રમ વગાડતા જોઈને ત્યાં હાજર લોકો પણ હેરાન રહી ગયા હતા.

તમને જણાવી દઈએ કે ગાર્વીનને ડ્રમ વગાડવાનો ખુબ જ શોખ છે. જેના કારણે તે પોતાના જ લગ્નની અંદર દાંડિયા રાસના કાર્યક્રમમાં ડ્રમ વગાડવા લાગી હતી. ગાર્વીનના લગ્ન ઓસ્ટ્રેલિયામાં રહેતા દીપ સાથે થયા હતા, તે બંને છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખે છે. દીપ પણ ગાર્વીનના ડ્રમના તાલ ઉપર ઝૂમતો જોવા મળ્યો હતો.


ગાર્વીન ખુબ જ સારી ડ્રમર અને સૌરાષ્ટ્રની એક માત્ર દાંડિયા ક્વિન છે. તેને અત્યાર સુધી નવરાત્રી દરમિયાન દાંડિયા રાસમાં ધોરાજી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, પોરબંદર અને રાજકોટમાં 400થી વધુ ટ્રોફી અને લાખો રૂપિયાના ઇનામો પણ મેળવ્યા છે. તે છેલ્લા 20 વર્ષથી અર્વાચીન ગરબા રમે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ગાર્વીને આ દરમિયાન મીડિયા સાથે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, “હું મારી આવડતથી ગરબામાં પ્રથમ નંબર મેળવું છું. છેલ્લા 15 વર્ષથી હું રાજકોટ ગરબા રમવા જાવ છું. હું એક ડીજે પ્લેયર પણ છું અને મારી બહેન લિઝા પટેલ પણ ખૂબ જ સારી ડ્રમર છે.’ હાલ સોશિયલ મીડિયામાં તેના જ લગ્નમાં ડ્રમ વગાડતો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel