બીમારીને કારણે લગ્નમાં દુલ્હનના વાળ રહી ગયા નાના, પણ દુલ્હાએ કર્યુ એવું કે વિચારી પણ નહિ શકો તમે…જુઓ તસવીરો

બીમાર દુલ્હન લગ્નમાં નાના વાળ સાથે પહોંચી ! દુલ્હાના રિએક્શને લૂંટી લીધી મહેફિલ, જાણી તમે પણ થઇ જશો એકદમ ખુશ

Bride Hair In Wedding: લગ્ન એ કોઈપણ યુવક અને યુવતીના જીવનમાં ખૂબ જ ખાસ સમય હોય છે. આ ખાસ પળને વધુ ખાસ બનાવવા માટે દરેક વ્યક્તિ ખાસ તૈયારીઓ કરે છે. છોકરીઓ થ્રીડી મેકઅપ, ડિઝાઇનર લહેંગા, જ્વેલરીથી લઇને બધુ જ ખાસ પસંદ કરે છે. દરેક દુલ્હન પોતાના લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવા માંગે છે, જેના માટે તે મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે.

ઘણી કન્યાઓ લગ્નના દિવસે સુંદર અને શ્રેષ્ઠ દેખાવા માટે ચહેરા અને વાળની ટ્રિટમેન્ટ પણ કરાવે છે. જો કે, હાલ એક કન્યાના લગ્ન ચર્ચામાં છે, જેણે તેના લગ્નના દિવસે વાળ ટૂંકા રાખવાનું નક્કી કર્યું અને લગ્નમાં વિગ ન પહેરી. તેણે વિગ વડે તેના વાળ છુપાવ્યા નહિ અને તેથી જ લોકોએ તેના પર ઘણો પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા હતા. દુલ્હનના આ નિર્ણયથી લોકો પણ પ્રભાવિત થયા હતા.

લોકો સોશિયલ મીડિયા પર આ મહિલાની સ્ટોરીને પસંદ કરી રહ્યા છે. મહિલાનું નામ તાનિયા છે જ્યારે તેના પતિનું નામ અનમોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તાનિયાના ઓટો-ઇમ્યુન ડિસીઝને કારણે વાળ ટૂંકા રહી ગયા હતા. લગ્ન દરમિયાન તેણે પોતાને ટૂંકા વાળથી શણગારવાનું નક્કી કર્યું.

અનમોલે પણ તેને ટૂંકા વાળ સાથે લગ્નમાં હાજરી આપવા માટે પ્રેરિત કરી. તાનિયા-અનમોલની તસવીર અને તેની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર વેડ મી ગુડ નામના વેડિંગ પેજ પર પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં તાનિયાના નિવેદનને ટાંકવામાં આવ્યું છે.

જેમાં તેણે કહ્યું કે, “મને એલોપેસીયા છે અને મેં મારા પતિની વિનંતી પર મારા લગ્નમાં મારા વાળ જેમ હતા એમ રાખવાનું નક્કી કર્યું છે.” દુલ્હનએ ઉમેર્યું, “અમે બંનેએ એકબીજાના વેડિંગ લૂક નક્કી કર્યા. મેં છોકરાના લૂકની માંગણી કરી, જેને તૈયાર કરવામાં 8 મહિના લાગ્યા હતા અને તેણે (પાર્ટનર) મને વિગ વગર જેવી હતી તેવી જ રહેવાનું કહ્યું હતું.”

જે તસવીરો વેડિંગ પેજ દ્વારા જે કરવામાં આવી છે, તેમાં દુલ્હન સુંદર લાલ લહેંગામાં જોઈ શકાય છે. પરંપરાગત દાગીના સાથે તેણે માંગ ટિક્કા સાથે માથા પટ્ટી પહેરી હતી. આ પોસ્ટે ઇન્ટરનેટ પર ઘણું ધ્યાન ખેંચ્યું છે અને લોકો આ દુલ્હનની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by WedMeGood (@wedmegood)

Shah Jina