દુલ્હને ગાડીના સનરૂફની બહાર આવી અને રંગ વરસાવતા કરી ખુબ જ જોરદાર એન્ટ્રી, વીડિયો થયો વાયરલ

લક્ઝુરિયસ ગાડીના સનરૂફની બહાર આવી અને રંગ વરસાવતા કરી ખુબ જ જોરદાર એન્ટ્રી, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દુલ્હા અને દુલ્હનની એન્ટ્રીનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સમયની સાથે દુલ્હા અને દુલ્હનની એન્ટ્રીમાં ઘણો ફેરફાર થયો છે. ક્યારેક દુલ્હન ઘોડી પર આવે છે તો ક્યારેક દુલ્હા અને દુલ્હન ડાન્સ કરતા આવે છે તો ક્યારેક એન્ટ્રીને યાદગાર બનાવવા માટે બીજી રીત શોધતા હોય છે.

આ દિવસોમાં સનરૂફ ગાડીઓ ખૂબ ટ્રેન્ડમાં છે. આમ સફેદ કલરની ગાડી જે શણગારેલી છે તેની ઉપરની બાજુએ એક બારી છે જેને હવામાન સારું હોય ત્યારે ખોલી શકાય છે. દુલ્હન આવી જ એક ગાડીમાં સવાર છે. તેના બંને હાથમાં રંગ વરસાવવા વાળી પિચકારી છે. અને તે મસ્ત થઈને ઉભી છે. દુલ્હનના આ વિડીયોમાં પંજાબી ગીત પર એન્ટ્રી કરતા  નજર આવી રહ્યું છે.

ગાડી ધીરે ધીરે આગળ વધી રહી છે અને દુલ્હન રંગોને આકાશ તરફ છોડી રહી છે. દુલ્હા અને દુલ્હન ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. દુલ્હને બ્લેક કલરના ચશ્મા પણ પહેરેલા છે જેને લીધે દુલ્હનનો સ્વેગમાં વધારો કરી રહ્યો છે.

જ્યાં દુલ્હન વેડિંગ વેન્યૂ સુધી ગાડીમાં આવી રહી છે તેમજ વરરાજા પગપાળા જ ચાલીને આવી રહ્યા છે. ગાડીની સાથે ચાલતા તે દુલ્હનની સામે પણ જોઈ રહ્યો છે. કાળા ચશ્મા પહેરેલી આ સ્વેગર દુલ્હન પાસેથી એક ક્ષણ માટે પણ તમારી આંખો ચોરવી સહેલી વાત નથી. દુલ્હા અને દુલ્હનની આ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

અત્યાર સુધીમાં 2 લાખ 44 હજારથી વધુ લોકોએ આ વાયરલ વીડિયો જોયો છે. દરેકને કન્યાની આવી રોકિંગ એન્ટ્રી ખૂબ પસંદ છે. કોમેન્ટમાં લોકો તેમના લગ્નમાં પણ કંઈક આવું કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

Patel Meet