લો બોલો… પાકિસ્તાનમાં આ વર-કન્યા ગધેડા ગાડી પર બેસીને પરણવા માટે આવ્યા લગ્ન મંડપમાં, વાયરલ થઈ ગયો વીડિયો, જુઓ

લક્ઝુરિયસ કાર અને ઘોડાની જગ્યાએ આ કપલ પોતાના લગ્નમાં ગયું ગધેડા ગાડીમાં બેસીને… વીડિયો જોઈને લોકો બોલ્યા…”ઓકાત પર આવી ગયા…” જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ફની ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા લાગીએ. તો આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ લગ્નને લઈને ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેની આપણા દેશમાં પણ લોકો મજા લેતા હોય છે.

વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વર-કન્યા ગધેડા વાળી ગાડીમાં બેસીને લગ્ન મંડપમાં આવે છે. આ વાયરલ વીડિયો પાકિસ્તાનનો હોવાનું કહેવાય છે. જે વર-કન્યાની એન્ટ્રીને લઈને ચર્ચામાં છે. ઘણા પાકિસ્તાની યુઝર્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે વર-કન્યા ગધેડા વાળી ગાડી પર બેસીને લગ્ન સ્થળે એન્ટ્રી લઈ રહ્યાં છે. ગધેડો પણ માળા પહેરેલો જોવા મળે છે. આસપાસ હાજર લોકો વર-કન્યાનો વીડિયો બનાવવામાં લાગેલા છે. લગ્નમાં હાજર વિડીયોગ્રાફરે પણ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pakistan Glitz (@pakistan_glitz)

ઘણા લોકોએ આ શૈલીને અનોખી ગણાવી હતી, જ્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે લોકપ્રિયતા મેળવવા માટે આ એક સસ્તી રીત છે. તે જ સમયે, કેટલાક યુઝર્સનું માનવું હતું કે પાકિસ્તાનમાં જે રીતે મોંઘવારી વધી રહી છે, તેના પર કડકાઈ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.

Niraj Patel