દુલ્હા-દુલ્હને લગ્નના દિવસે થારમાં મારી એવી ગજબની એન્ટ્રી કે જોઇને મહેમાનોના ઉડ્યા હોંશ- જુઓ વીડિયો

અચાનક દુલ્હનને લઇને દુલ્હાએ થારમાં મારી એવી એન્ટ્રી કે વેડિંગ વેન્યુ પર મચી ગઇ ધમાલ- જુઓ વીડિયો

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને લોકો લગ્નમાં જઇ ખૂબ મજા પણ કરી રહ્યા છે. લગભગ દરરોજ લગ્નના અલગ અલગ વીડિયો વાયરલ થાય છે, જેમાં મજાક-મસ્તી અને બીજુ ઘણુ બધુ જોવા મળે છે. ત્યારે લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી પણ ઘણી ખાસ હોય છે. ઘણી વખત વરરાજા અને દુલ્હન કંઈક એવું કરી નાખે છે કે તેની ચર્ચા થવા લાગે છે, પરંતુ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ધૂમ મચાવી રહ્યો છે. લગ્નના મંચ પર દુલ્હા-દુલ્હનની રાહ જોઈ રહેલા સંબંધીઓએ જ્યારે જોયું કે વરરાજા તેની કન્યા સાથે થાર કારમાં એન્ટ્રી મારે છે,

ત્યારે બધા ચોંકી ગયા. કારમાં બીજા પણ યુવક જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યુઝરે શેર કર્યો હતો, જે જૂનો છે પણ હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી વાયરલ થઇ રહ્યો છે. કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના સાહદુલ્લાનગરનો છે. જેમાં થારથી આ કપલે પોતાના લગ્નમાં શાનદાર એન્ટ્રી કરી હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે થારની ડ્રાઈવિંગ સીટ પર વરરાજા બેઠો છે જ્યારે દુલ્હન તેની બાજુમાં છે.

આટલું જ નહીં, કેટલાક મિત્રો થારથી અલગ થઈને ઉભેલા પણ જોવા મળી રહ્યા છે અને બંદૂક સાથે ધમાલ મચાવી રહ્યા છે. તેમના હાથમાં જે બંદુક છે, તેમાંથી સ્પાર્કલર નીકળે છે. ખાસ વાત એ છે કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ ગીત વાગી રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં અવાજ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વરનું નામ વિશાલ છે જ્યારે દુલ્હનનું નામ પારુલ છે.

બંનેની આ એન્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. વીડિયો પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે તેણે પહેલીવાર દુલ્હનની આવી એન્ટ્રી જોઈ છે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે આજ સુધી માત્ર વર જ રથ પર આવી એન્ટ્રી લેતો જોવા મળ્યો હતો અને આજે તેણે દુલ્હનને પણ જોઈ.

Shah Jina