લગ્નની અંદર ઘુમર ગીત પર વરરાજાનો હાથ પકડીને રીલ બનાવવા માટે ઘૂમી રહી હતી દુલ્હન, એટલું ઘૂમી એટલું ઘૂમી કે પછી થઇ એવી હાલત… જુઓ વીડિયો

ઘુમર ગીત પર રીલ બનાવતા બનાવતા જ ઢળી પડી દુલ્હન, વરરાજાનો હાથ પકડીને એવી ઘૂમી કે સૌના હોશ ઉડી ગયા, જુઓ

bride fainted while dancing : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પ્રકારના વીડિયો બનાવતા  હોય છે. લગ્નની અંદર પણ વર કન્યા વીડિયો બનાવતા હોય છે અને પછી સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી દેતા હોય છે. ત્યારે હાલ એક એવી જ રીલ બનાવી રહેલી કન્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ઘુમર ગીત પર રીલ બનાવી રહી હતી, પરંતુ તેની સાથે કંઈક એવું થયું કે ધડામ દઈને તે નીચે પડી ગઈ.

ઘુમર ગીત પર કરી હતી ડાન્સ :

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ આપે છે. વરરાજાએ કન્યાનો એક હાથ પકડ્યો અને પછી તે ઘુમવા લાગે છે. ફિલ્મ પદ્માવતનું ગીત “ઘૂમર” ખૂબ વાયરલ થયું હતું, અને આ ગીત પર દુલ્હા-દુલ્હન ડાન્સ કરતા હતા. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વરરાજા દુલ્હનને ડાન્સ કરતો જોઈ રહ્યો અને કન્યા પણ એટલુ ઘૂમી એટલું ઘૂમી કે બેભાન થઈને નીચે પડી ગઈ.

ચક્કર ખાઈને ઢળી પડી :

દુલ્હન એટલું બધું ઘૂમી કે તેને ચક્કર આવી ગયા અને સ્ટેજ પર જ બેહોશ થઈ ગઈ. જ્યારે વરરાજા દુલ્હનને ઉપાડવાને બદલે ત્યાં જ ઉભો રહીને જોતો રહ્યો. લોકો માટે સૌથી ચોંકાવનારી પ્રતિક્રિયા વરની હતી, કારણ કે તેણે કન્યાને ઉપાડવાની કે સંભાળવાની પણ તસ્દી લીધી ન હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર મનુ ચૌધરી નામના યુઝરે શેર કર્યો છે.

લોકોએ વરરાજાને સંભળાવી ખરી ખોટી :

આ વીડિયો પર 2 લાખ 42 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. આ વીડિયો પર સેંકડો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “વરરાજાએ તરત જ દુલ્હનની સંભાળ લેવી જોઈએ. લગ્ન પછી તે દુલ્હનને કેવી રીતે સપોર્ટ કરશે.” અન્ય એક યુઝરે લખ્યું, “વરરાજાએ દુલ્હનને જ્યારે તે પડી રહી હતી ત્યારે તેને પકડી પણ નહતી.” ત્રીજા યુઝરે લખ્યું, “વરને આટલો ઘમંડ કેમ થયો. તે દુલ્હનને પડતા જોતો રહ્યો, પરંતુ તે મદદ માટે આગળ ન આવ્યો.”

Niraj Patel