આ કન્યાને છે પરણવાની કેટલી બધી ઉતાવળ ? પંડિતજીને ફોન કરીને કહ્યું એવું કે સાંભળીને તમે પણ માથું પકડી લેશો, જુઓ વીડિયો

છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં અટકી પડેલા લગ્નો આ વર્ષે ખુબ જ ધામધૂમથી થયા છે, ઘણા લોકો લગ્નના બંધાનનમાં બંધાઈ ગયા છે અને આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ પણ થયા છે, જેમાં લગ્નનો વૈભવ અને લગ્નમાં થતી મજાક મસ્તી પણ જોવા મળી રહી છે.

દરેક વ્યક્તિ તેના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક ઉત્સાહિત દુલ્હનનો વીડિયો જોવા મળી રહ્યો છે, જેને લગ્નની એટલી બધી ઉતાવળ છે કે તેના લગ્ન કરાવવા વાળા પંડિતજીને પણ ફોન કરીને વહેલા આવવા માટે વિનંતી કરતી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્હન જયારે પંડિતજીને ફોન કરીને કહે છે કે, “હજુ કેટલો સમય લગાવશો ફેરામાં ? એક કલાક, પંડિતજી જલ્દી પૂરું કરો. મારી ઉતાવળ કરવી છે. ના પંડિતજી… વચન હું મારા ઘરે જ કરી લઈશ. તમે મહેરબાની કરીને જલ્દી આવો. પ્રયત્ન નહીં મોડામાં મોડા અધ્ધઓ કલાક” આ સાંભળીને લોકો મજેદાર રિએક્શન પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Banthan Banno (@banthanbanno)

સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર થવાની સાથે જ તરફ વાયરલ પણ થઇ ગયો. જેની ઉપર ઘણા લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. યુઝર્સને દુલ્હનની આ ક્યુટનેસ ખુબ જ પસંદ આવે છે તો ઘણા લોકો તેને એમ પણ કહી રહ્યા છે કે લગ્નની આટલી બધી ઉતાવળ શું કામ ? યુઝર્સને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel