લગ્ન વચ્ચે દુલ્હા-દુલ્હન પહોંચ્યા એક અજાણ બાળકીનો જીવ બચાવવા, કર્યું રક્તદાન

લગ્નના દિવસે રક્તદાન કરીને બચાવ્યો માસુમ બાળકીનો જીવ, ચારે બાજુ થઇ રહી છે પ્રશંસા

લગ્નનો દિવસ એ દુલ્હા-દુલ્હન માટે ખાસ હોય છે. આ દિવસે લગ્નની અનેક રીવાજો પૂરા કરવામાં દુલ્હા-દુલ્હન વ્યસ્ત હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક દુલ્હા-દુલ્હને તેમના લગ્નના દિવસે એવું કંઇક કર્યુ કે, જેને કારણે તેઓ લોકો માટે એક મિસાલ બની ગયા. લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને એવું કામ કર્યુ છે કે, લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના આ કપલે તેમના લગ્નના દિવસે એક અજાણ બાળકી માટે રક્ત દાન કર્યું.

આ ઘટનાની જાણકારી ઉત્તર પ્રદેશના પોલિસ અધિકારી આશીષ મિશ્રાએ ટ્વીટર પર શેર કરી છે. કપલના આ કામને લઇને સોશિયલ મીડિયા પર લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ લોકો તેમને સલામ પણ કરી રહ્યા છે.

આશીષ મિશ્રાએ શેર કરેલી તસવીરમાં દુલ્હા-દુલ્હન બંને લગ્નના જોડામાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં જોઇ શકાય છે કે, દુલ્હો એક સ્ટ્રેચર પર છે અને તે બ્લડ ડોનેટ કરી રહ્યો છે. જયારે તેની પાસે જ દુલ્હન પણ જોવા મળી રહી છે.

આ ટ્વીટને અત્યાર સુધીમાં ઘણી લાઇક્સ મળી છે અને રી-ટ્વીટ્સ પણ કરવામાં આવી છે. ટ્વીટર પર તસવીર શેર કરતા આશિષ મિશ્રાએ લખ્યુ હતુ કે, ‘મારું ભારત મહાન. એક બાળકીને રક્તની જરૂર હતી અને કોઇ પણ રક્ત દાન કરવા માટે સામે આવ્યુ નહિ કારણ કે તે કોઇ બીજાની દીકરી હતી. પોતાની હોત તો કદાચ કરી દેતા. લગ્નના દિવસે આ કપલે રક્ત દાન કરી એક અજાણ બાળકીનો જીવ બચાવ્યો.’

Shah Jina