લગ્નના 20 દિવસ બાદ જ અમદાવાદી દુલ્હને એવો કાંડ કર્યો કે પતિના તો પગ નીચેથી સરકી ગઇ જમીન, હાલત ખરાબ થઇ અને ધ્રુજવા લાગ્યો

દેશભરમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે. અનેક યુવકોને લગ્નની લાલચ આપી યુવતિઓ દ્વારા ફસાવવામાં આવે છે અને લગ્ન કર્યા બાદ તે જ યુવતિઓ દુલ્હાના ઘરમાંથી બધુ લઇ ફરાર થઇ જતી હોય છે. આવો જ કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં એક યુવકના લગ્ન 24 નવેમ્બર 2021ના રોજ ગુજરાતના અમદાવાદની મમતા થયા હતા. દુલ્હન લગ્નના 20 દિવસ બાદ સાસરિયાના ઘરેથી પૈસા, દાગીના લઈને ભાગી ગઈ હતી. આરોપી દુલ્હન ગુજરાતની રહેવાસી છે.

દલાલે લગ્ન માટે થઇને ત્રણ લાખ રૂપિયા લીધા હતા. ગુજરાત નિવાસી લૂંટેરી દુલ્હન 20 દિવસ સુધી તેના પતિ સાથે રહી અને પછી લાખો રોકડ અને સોના ચાંદીના ઘરેણા લઇ ફરાર થઇ ગઇ. ફરાર દુલ્હન પહેલાથી જ પરણિત છે અને તેને એક દીકરી પણ છે. કોતવાલી પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી લૂંટેરી દુલ્હન અને દલાલનુ કોઇ સબૂત મળ્યુ નથી. પોલિસ અનુસાર ભીમડા નિવાસી મેહરામ જાટના ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ મમતા સાથે લગ્ન થયા હતા.

બાડમેર જિલ્લાના કોસરિયા નિવાસી દલાલ જોગારામે લગ્ન કરાવવા માટે મેહરામ પાસે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. તેણે લગ્ન તો કરાવી દીધા પરંતુ 20 દિવસ બાદ દુલ્હન ન રહી. લગ્નના 20 દિવસ બાદ મેહરામ મજૂરી પર ગયો હતો. જયારે તે ઘરે પરત ફર્યો ત્યારે તેણે જોયુ તો તેની પત્ની મમતા ઘરે ન હતી. તેણે મમતા સાથે વાત કરી તો તેણે કહ્યુ- મારા તો પહેલાથી જ લગ્ન થયેલા છે અને મારે એક છોકરી પણ છે. આ સાંભળી તો મેહરામના પગ નીચેથી જમીન સરકી ગઇ. જે બાદ પીડિતે પોલિસ અધિક્ષક પાસે જઇ પોતાની આપવીતી સંભળાવી.

પોલિસ અધિક્ષકે ત્વરિત કાર્યવાહી કરતા કોતવાલી પોલિસે મામલો દાખલ કરવાના નિર્દેશ આપ્યા, મેહરામે કોતવાલી પોલિસ સ્ટેશનમાં ધોખાધડી કરનાર દુલ્હન મમતા, દલાલ જોગારામ અને અમદાવાદ નિવાસી 2 અન્ય લોકો વિરૂદ્ધ મામલો દાખલ કરાવ્યો છે. પીડિત મેહરામના કહેવા પ્રમાણે, લૂંટેરી દુલ્હન 5 લાખ રૂપિયા, 50 તોલા ચાંદીના ઘરેણા અને 2 તોલા સોનાના ઘરેણા લઈને ભાગી ગઈ છે. તેનો આરોપ છે કે કોતવાલી પોલીસે કેસ નોંધ્યો છે પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી.

ત્યાં કેસની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલના જણાવ્યા અનુસાર, પીડિતના રિપોર્ટના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દલાલ જોગારામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને છેતરપિંડીથી લગ્ન કરાવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.આ મામલો રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરનો છે. એવું નથી કે બાડમેરમાં આ પહેલો કિસ્સો છે જ્યારે લૂંટેરી દુલ્હન યુવક સાથે લગ્ન કરીને રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હોય. આ પ્રકારની છેતરપિંડી બાડમેરમાં ઘણી વખત થઈ છે. છેતરપિંડી કરનારા દલાલો તેમની લૂંટેરી દુલ્હન સતત પૈસા પડાવવાના બનાવોને અંજામ આપી રહ્યા છે.

Shah Jina