બ્રેકીંગ ન્યુઝ: આ શેર 40 % તૂટી ગયો, જો તમારી પાસે હોય તો તમે ગયા સમજો, જલ્દી જોઈ જોવો શેરનું નામ

2 દિવસ પહેલા RBI એ Paytmની પેટીએમ પેમેન્ટસ બેંક સામે બેકીંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 35-A મુજબ મોટું પગલું લીધું છે. પેટીએમના પેટીએમ પેમેન્ટસ બેંક પર તાત્કાલિક અસરથી RBIએ નવા ગ્રાહકો જોડવા પર બેન મુકી દીધો છે.

File Pic

31 જાન્યુઆરીએ RBIએ આદેશ જારી કર્યો છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટસ બેંક ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.આ નિર્ણય બાદ પેટીએમ પેમેન્ટ બેંકની સેવા બંધ થઇ જશે.

જો કે RBIએ કહ્યું છે કે, હાલના Paytmના ગ્રાહકો પોતાની ઉપલબ્ધ બેલેન્સને ઉપાડી શકશે, ઉપરાંત ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલીટી કાર્ડ માટે ઉપયોગ પણ કરી શકશે. RBIના આદેશ પછી ગુરુવારે Paytmના શેરમાં ભારે ગાબડું પડી ગયું હતું,

શેરના ભાવમાં 20 ટકાની લોવર સર્કિટ લાગી ગઇ હતી અને આજે શુક્રવારે પણ 20 ટકાની લોવર સર્કિટ લાગી ગઈ છે. લોકો બહુ જ ખરાબ રીતે ભરાઈ ગયા છે. રાતેપાણી એ રડવાનો વારો આવ્યો છે. પેટીએમમાં ખતરનાક ધબડકાથી માસુમ રોકાણકારોને નુકસાન થયું છે.

પેટીએમનો શેર 20 ટકા તૂટવાથી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 9,646.31 કરોડ રૂપિયા ઘટીને 30.94TCr રૂપિયા થયું હતું. તમને જણાવી દઈએ કે RBIના બેનને લીધે અચાનક જ પેટીએમના શેરમાં કડાકો બોલાયો છે અને મંદી આગળ વધવાની આશંકા છે. બ્રોકિંગ ફર્મ જેપી મોર્ગને પેટીએમ શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું અને રેટિંગ ન્યુટ્રલ થી ઘટાડીને અંડરવેઇટ કર્યું છે.

જેપી મોર્ગનના એનાલિસ્ટે કહ્યું છે કે, આ આદેશ પેટીએમ માટે છેલ્લો હોવાનું અમે માનતા નથી, તેનાથી કંપનીના શોર્ટ ટર્મ ગ્રોથ અને નફાકારકતાને પ્રભાવિત કરશે. પેટીએમનું રેટિંગ “ન્યુટ્રલ” થી ઘટાડીને “અંડરવેઇટ” કર્યું અને શેરનો ટાર્ગેટ 900 રૂપિયાથી ઘટાડીને 600 રૂપિયા કર્યો છે.

રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ Paytmની પેરેન્ટ કંપનીએ કહ્યું છે કે પ્રતિબંધ લાગૂ થતાં જ અમે અમારા બેંક ભાગીદારોને સંપૂર્ણપણે ટ્રાન્સફર કરી દઈશું. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં કંપની Paytm પેમેન્ટ્સ બેંક સાથે નહીં પરંતુ અન્ય બેંકો સાથે જ કામ કરશે.

હવે ખરાબ સમયમાં Paytm કંપનીએ એ આ સંકટ વચ્ચે હવે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું છે. Paytm ની પેરેન્ટ કંપની One97 Communication એટલે કે OCL દ્વારા જારી કરાયેલ સ્ટેટમેન્ટ જોઈને આનો સંકેત મળી શકે છે. કંપનીએ જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક rbiના રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કરવા માટે કામ કરી રહી છે.

અને હવે આ કામ વધુ ઝડપથી કરવામાં આવશે. તે આગળ જણાવે છે કે ‘પેમેન્ટ કંપની હોવાને કારણે, OCL માત્ર Paytm પેમેન્ટ્સ બેંક સાથે જ નહીં પરંતુ ઘણી બેંકો સાથે કામ કરે છે. અમે આ પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યા છીએ અને એકવાર પ્રતિબંધ અમલમાં આવ્યા પછી અમે અમારા બેંક ભાગીદારો પર સંપૂર્ણપણે નિર્ભર રહીશું. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં OCL Paytm પેમેન્ટ્સ બેંક સાથે નહીં પરંતુ અન્ય બેંકો સાથે જ કામ કરશે.

YC