અમદાવાદમાં સગાઈ કરી અને એક વર્ષ સુધી યુવક યુવતી સાથે કરતો રહ્યો શારરિક અડપલાં, પછી કહ્યું એવું કે… યુવતીએ સીધું જ…

અમદાવાદમાં યુવક મંગેતરને એક વર્ષ સુધી ઘણી જગ્યાએ હાથ ફેરવી લીધો અને પછી…

ગુજરાતમાંથી ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને કોઈપણ ચોંકી ઉઠે, ત્યારે અમદાવાદમાંથી પણ યુવતી અને મહિલાઓ સાથે છેડછાડ થવાના મામલાઓમાં પણ વધારો થયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલ એવી જ એક ઘટનાએ હોબાળો મચાવ્યો છે, જેમાં યુવક દ્વારા એક વર્ષ સુધી યુવતી સાથે સગાઈનો સંબંધ રાખ્યો અને આ દરમિયાન તેની સાથે અડપલાં પણ કર્યા અને અંતે સગાઈ ફોક થઇ હોવાનું જણાવતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક યુવતીએ તેના લગ્ન માટેનો બાયોડેટા સમાજના વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો. જેના આધારે સમાજના આગેવાને સંપર્ક કરી બાપુનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે સગાઇ કરાવી હતી.

સગાઇના બંધનમાં બધાય પછી યુવક તેને અવાર નવાર અનેક સ્થળે ફરવા લઇ જતો હતો. જ્યાં તે વારંવાર અડપલા કરતો હતો. યુવતીના ના કહેવા છતાં પણ યુવક યુવતીને ચુંબન તેમજ અપડપલાં કરતો જ રહેતો હતો. પરંતુ હવે સગાઈના એક વર્ષ પછી યુવકે લગ્ન માટે કુંડળી મેચ નથી થતી એવું બહાનું કાઢી સગાઈ તોડી નાખી હતી અને સગાઈ કરાવનાર વ્યક્તિના ઘરે જઈને સગાઈનો રૂપિયો, નાળિયેર અને વીતી પણ પાછા આપી દીધા હતા. જેના બાદ યુવતીએ પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel