ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અધિકારીઓના લાંચ લેતા કિસ્સાઓ સામે આવે છે, જે બાદ આવો કોઇ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામતો હોય છે. ત્યારે હાલમાં કેટલાક દિવસથી પ્રયાગરાજના સ્વાસ્થ્ય વિભાગમાં રિશ્વત લેવાનો વીડિયો ઘણો ચર્ચામાં છે. સૈદાબાદ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર તૈનાત BPCM (બ્લેક કમ્યુનિટી પ્રોસેસ મેનેજર) ચંદા મૌર્ય ખુલ્લેઆમ રિશ્વત લેતી જોવા મળી હતી. પાંચ દિવસમાં તેના રિશ્વત લેવાના બે વીડિયો સામે આવ્યા હતા. જો કે, બીજો વીડિયો વાયરલ થયા બાદ તેણે પોતાની સફાઇ આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
જેમાં તે કહી રહી છે કે એક આશાના દીકરાએ તેને ફસાવી છે. જો કે, રીૂપિયા લઇને પોતાના ખિસ્સામાં રાખવાના વીડિયોને તેણે જસ્ટિફાઇ નથી કર્યો. હવે આ મામલની તપાસ ACMO કરી રહી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, જેમાં BPCM ચંદા મૌર્ય તેના કાર્યાલયમાં બેઠી છે અને સામે એક આશા બેઠી છે. આશા કાર્યકર્તા કોઇ માટે આશા પદ પર ચયન માટે 5 હજાર ચંદા મૌર્યને આપી રહી છે. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, BPCM હાથમાં પૈસા લઇ ગણી રહી છે અને એ પણ બોલે છે કે કામ થયા બાદ બીજા બે હજાર પહોંચાડી દેજો.
જે બાદ તે ગણેલા પૈસા કોટના ખિસ્સામાં રાખી છે. આ દરમિયાન સામે એક વ્યક્તિ ઊભો છે, જે ગુપચુપ રીતે આ મામલાનો વીડિયો બનાવી લે છે. પોતાની સફાઇમાં જારી કરેલા વીડિયોમાં ચંદા મૌર્ય કહે છે કે આ વીડિયો કેવી રીતે બનાવ્યો, મને કંઇ ખબર નથી. મારા પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દે આશાના દીકરા છે, તે ધમકાવે છે કે મારી મા કામ કરે કે ના કરે પૈસા જવા જોઇએ. મને ફસાવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, ચંદા મૌર્યનો લાંચ લેવાનો એક વીડિયો 5 ડિસેમ્બરે પણ વાયરલ થયો હતો.
જેમાં જોવા મળી રહ્યુ હતુ કે ચંદા મૌર્ય રિશ્વત લઇ રહી હતી. એક યુવક તેને રૂપિયા આપી રહ્યો હતો. BPCM રૂપિયા પોતાના હાથમાં લઇ ગણી રહી હતી. તે સામે ટેબલ પર રાખતા યુવકને આશ્વસ્ત કરે છે કે તે સમયથી પહોંચી જાય, તેના માટે તે તે ઉપર પૈરવી કરી દેશેે. વીડિયો વાયરલ થયા બાદ સીએમઓએ કહ્યુ કે, વીડિયોની તપાસ કરાવવામાં આવી રહી છે, તે બાદ કાર્યવાહી કરવામાં આવશે. આશા કાર્યકર્તાઓનું કહેવુ છે કે BPCMને એક ACMO શહ મળેલી છે. જેને કારણે તે ઘણા સમયથી સૈદાબાદ સીએચસી પર તૈનાત છે. જ્યારે તેનું ટ્રાન્સફર બીજા CHC માટે થઇ ચૂક્યુ છે.
*रिश्वतखोरी का खुला खेल*
प्रयागराज BPCM सैदाबाद चंदा मौर्या का रिश्वत लेते हुए सोसल मीडिया में वीडियो हुआ वायरल स्टाफ है परेशान, दो बार स्थानांतरण होने के बावजूद अपने रसूख के चलते जिले में उच्चाधिकारियों से सेटिंग कर अभी तक सैदाबाद CHC में है तैनात,उच्चाधिकारी ले संज्ञान। pic.twitter.com/gcPJLXpx5M— पत्रकार सनम यादव,NBTV7 (@SanamYa32975814) December 4, 2022