છોકરો અને છોકરી હાથ પકડીને રસ્તા પર ચાલતા હતા, ત્યારે જ છોકરાએ બદલી નાખી પોતાની ચાલ પછી રેઢો મૂકીને ભાગી ગઈ છોકરી, જુઓ વીડિયો

આવું તો કોણ કરે ભાઈ…. છોકરી સાથે ચાલતા ચાલતા છોકરો પે પગ પહોળા કરીને હાયનાની જેમ ચાલવા લાગ્યો, શરમથી લાલ થઈને છોકરીએ સાથ છોડી દીધો, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર આજે કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. ઘણા લોકો રસ્તે ચાલતા ચાલતા પણ એવા વીડિયો બનાવીને પોસ્ટ કરી દેતા હોય છે જે પળવારમાં વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટનાનો વીડિયો લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી રહ્યો છે. જેમાં એક છોકરો છોકરી સાથે ચાલતા દરમિયાન એવી હરકત કરે છે કે છોકરી પણ ભાગી જાય છે.

સામાન્ય રીતે તમે લોકોને તેમના મિત્રોનું નામ લઈને ચીડવતા જોયા હશે, પરંતુ જો કોઈ વ્યક્તિ રસ્તાની વચ્ચે વિચિત્ર વર્તન કરવા લાગે છે, તો તેની સાથે ચાલતી છોકરીની પ્રતિક્રિયા શું હશે, તમે કલ્પના પણ કરી શકતા નથી. વાઈરલ થઈ રહેલો આ વીડિયો એક આવા જ કૃત્ય સાથે સંબંધિત છે, જેમાં એક છોકરી સાથે ચાલતા એક છોકરાએ રસ્તાની વચ્ચે કંઈક એવું કરવાનું શરૂ કર્યું કે તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેનાથી દૂર થઈ ગઈ.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો અને છોકરી રસ્તાની બાજુએ ચાલી રહ્યા છે, ત્યારે અચાનક છોકરો હાયલાની જેમ તેના પગ પહોળા કરીને ચાલવા લાગે છે. છોકરો વિચિત્ર વર્તન કરવા લાગે છે. તેની ચાલ જોઈને, કોઈને લાગશે કે તે વિકલાંગ છે અને તેને મદદની જરૂર છે. છોકરાને અચાનક આવું કરતા જોઈને છોકરીને પણ અજીબ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

છોકરાની આવી હકત જોઈને છોકરી તેનાથી દૂર જવા લાગે છે. આ દરમિયાન તે છોકરાને યોગ્ય રીતે ચાલવા પણ કહે છે. પણ છોકરો એ જ રીતે ચાલે છે, આ દરમિયાન એક વ્યક્તિ પાછળથી તેમનો વીડિયો પણ બનાવતો જોવા મળે છે. છોકરો પાછળ ફરીને હસે છે અને પછી બરાબર ચાલવા લાગે છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel