સુરતની આ યુવતી તો જબરો કાંડ કરી ગઈ, પહેલા 5 વર્ષના નાના છોકરાને હોટલમાં લઇ જઈ મજા કરી અને પછી બીજા સાથે પરણી ગઈ

આ કળયુગમાં સુરતી બેશરમ છોકરીનો કાંડ તો જુઓ, પોતાનાથી નાના છોકરા સાથે હોટલમાં કર્યો રેપ, પૈસા પડાવીને ભાગી….જાણો સમગ્ર મામલો

આપણા સમાજમાં છેલ્લા ઘણા સમયમાં સંબંધોના નામ પર છેતરપીંડીની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં ઘણીવાર લગ્નેચ્છુક મુરતિયા સાથે એવી યુવતીને પરણાવી દેવામાં આવે છે જે લગ્ન બાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા લઈને ફરાર થઇ જાય છે. તો કોઈ પુરુષ દ્વારા કોઈને લગ્નની લાલચ આપીને ફસાવવામાં આવતા હોય છે. હનીટ્રેપની ઘટનાઓનો પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

પરંતુ સુરતમાંથી એક યુવતીનું એવું કારસ્તાન સામે આવ્યું છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. સુરતની ચાઈલ્ડ વેલફેર કમિટીમાં એક કેસ નોંધાયો છે જેમાં એક 22 વર્ષના યુવકે એક ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. યુવકે જણાવ્યું છે કે તે જયારે 16 વર્ષનો હતો ત્યારે તેના કરતા 5 વર્ષ મોટી છોકરી તેને લલચાવીને હોટલમાં લઇ ગઈ હતી અને ત્યાં તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા.

જયારે તે લગ્નની ઉંમર લાયક થયો અને યુવતીને લગ્નની વાત કરી તો તેની પાસેથી તેને પૈસા પડાવ્યા અને અન્ય યુવક સાથે યુવતીએ લગ્ન પણ કરી લીધા. યુવકે એમ પણ કહ્યું કે આ અંગે તેને પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે તેણીએ FIR દર્જ ના કરતા આખરે તેને CWCનો સંપર્ક કર્યો હતો. આ મામલે CWC દ્વારા પોલીસને કેસની વિગતો એકત્ર કરવા માટે પણ જણાવ્યું છે.

હાલ યુવક એક મોટી ફર્નિચર કંપનીની અંદર કાર્પેન્ટર તરીકે કામ કરે છે. તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ડિસેમ્બર 2015માં તેની મુલાકાત એક યુવતી સાથે એક સામાજિક કાર્યક્રમ દરમિયાન થઇ હતી. જેના બાદ તે ઉત્તર ગુજરાતમાં એક પારિવારિક પ્રસંગમાં ગયો હતો અને ત્યાં પણ તે યુવતી તેને મળી હતી. જેના બાદ તેને યુવકનો મોબાઈલ નંબર લીધો અને તેના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.

ત્યારે યુવબકે પોતાની ઉંમર નાની હોવાનું જણાવતા યુવતીએ તે પુખ્ત વયનો થશે ત્યાં સુધી રાહ જોવા માટે પણ જણાવ્યું હતું. જેના બાદ તે અવાર નવાર મળતા થયા ને હોટલમાં જઈને સંબંધો પણ બાંધતા હતા. જેના બાદ યુવતીએ યુવક પાસે નર્સીંગ માટે પૈસાની માંગણી કરી. આ ઉપરાંત સરકારી નોકરી માટે પણ તેની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. જેના બાદ 6 મહિના પહેલા જ તેને કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. યુવકે કાવતરા અંતર્ગત તેને ફસાવ્યો હોવાની વાત પણ જણાવી છે.

Niraj Patel